(Source: ECI/ABP News/ABP Majha)
Praful Pansheriya : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની સ્કૂલ સંચાલકોને ચીમકી
પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહિ તેવી ચીમકી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ આપી હતી.
શિયાળામાં વિદ્યાર્થીઓ કોઈ પણ જગ્યાએથી ખરીદેલા સ્વેટર પહેરી શકશે. શિક્ષણ વિભાગના આ પરિપત્રનો કેટલીક ખાનગી શાળાઓ ઉલ્લંઘન કરી રહી છે... સમગ્ર મામલે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ વાલીઓને અપીલ કરી કે, જો કોઈ સ્કૂલ સ્વેટર માટે દબાણ કરે તો DEOને ફરિયાદ કરો. પ્રફૂલ પાનશેરિયાએ શાળા સંચાલકોને પણ સૂચના આપી કે, સ્વીટર મુદ્દે તેઓ કોઈ વિવાદ ન કરે..
રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જણાવ્યું કે, 'રાજ્ય સરકાર હરહંમેશ વાલીઓ અને બાળકોની સાથે રહી છે. રાજ્યમાં ઠંડીના કારણે કોઈ પણ બાળકનું મૃત્યુ ન થાય તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. રાજ્યના તમામ જિલ્લાના શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું, નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહિ, જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે.'