શોધખોળ કરો
નેપૉટિઝ્મ અને સ્ટારકિડ્સ મુદ્દે આ અભિનેત્રીએ વીડિયો શેર કરીને કંગના રનૌતને બરાબરની ઝાટકી
બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત તાજેતરમાં એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂને લઇને વિવાદોમાં આવી છે. આ ઇન્ટરવ્યૂમાં કંગનાએ કેટલા નેપૉટિઝ્મ અને સ્ટારકિડ્સની સાથે સાથે કેટલીક બૉલીવુડ અભિનેત્રીઓ પર પણ નિશાન સાધ્યુ હતુ. હવે આ ક્રમમાં તાપસી પન્નૂએ કંગનાને ઝાટકી છે
![નેપૉટિઝ્મ અને સ્ટારકિડ્સ મુદ્દે આ અભિનેત્રીએ વીડિયો શેર કરીને કંગના રનૌતને બરાબરની ઝાટકી taapsee pannu shares kangana ranaut old video with taking side of star kids નેપૉટિઝ્મ અને સ્ટારકિડ્સ મુદ્દે આ અભિનેત્રીએ વીડિયો શેર કરીને કંગના રનૌતને બરાબરની ઝાટકી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/22151724/Kangnaa-RA-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત તાજેતરમાં એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂને લઇને વિવાદોમાં આવી છે. આ ઇન્ટરવ્યૂમાં કંગનાએ કેટલા નેપૉટિઝ્મ અને સ્ટારકિડ્સની સાથે સાથે કેટલીક બૉલીવુડ અભિનેત્રીઓ પર પણ નિશાન સાધ્યુ હતુ. હવે આ ક્રમમાં તાપસી પન્નૂએ કંગનાને ઝાટકી છે.
તાપસી પન્નૂએ કંગના રનૌતનો એક જુનો વીડિયો શેર કરીને નિશાન સાધ્યુ છે. આ વીડિયોમાં કંગના એક ઇન્ટરવ્યૂમાં સ્ટારકિડ્સ અને નેપૉટિઝ્મનો બચાવ કરતી દેખાઇ રહી છે, અને તેનુ સમર્થન કરી રહી છે.
તાપસી પન્નૂએ બીજુ એક ટ્વીટ શેર કરતા લખ્યું- ઓ, આ બધો વાંક આ ક્વૉટા સિસ્ટમનો છે. ચાલો આને સમજવુ થોડુ આસાન છે. થઇ ગયો સૉલ્વ, સિમ્પલ. હવે બધુ બરાબર છે અમારી ટેરેટરીમાં અને તેમની ટેરેટરીમાં મતલબ જેની પણ હોય તમે સમજી જાઓ યાર...
આ પછી તાપસીએ બીજુ એક ટ્વીટ કર્યુ જેમાં તેને ખુબ લડી મર્દાની કવિતાની કેટલીક પંક્તિઓ શેર કરી હતી. તેને લખ્યું- બુંદેલે હરબોલોં કે મુંહ હમને સની કહાની થી, ખુબ લડી મર્દાની વહ તો ઝાંસી વાળી રાની થી. હું મારો કેસ અહીં જ ખતમ કરુ છું.
તાપસી પન્નૂએ આ પછી એક્ટ્રેસ સ્વરા ભાસ્કરનુ સમર્થન કરતા તેના ટ્વીટને રિટ્વીટ કર્યુ હતુ. જેમાં તે કંગના સાથે જોડાયેલા એક ટ્વીટ પર પ્રતિક્રિયા કરતી દેખાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, કંગના રનૌત છેલ્લા કેટલાક દિવસોથી નેપૉટિઝ્મ અને સ્ટારકિડ્ટના મુદ્દાને લઇને ભડાશ કાઢી રહી છે. આમાં કેટલાક હીરો -હીરોઇનો ઉપર પણ નિશાન તાકી રહી છે.
![નેપૉટિઝ્મ અને સ્ટારકિડ્સ મુદ્દે આ અભિનેત્રીએ વીડિયો શેર કરીને કંગના રનૌતને બરાબરની ઝાટકી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/22151911/Kangnaa-RA-07-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)