(Source: ECI/ABP News/ABP Majha)
માલદીવમાં આઈસ્ક્રીમ વેચતી જોવા મળી એક્ટ્રેસ તમન્ના ભાટિયા, જુઓ ગ્લેમરસ અંદાજ
બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા આ દિવસોમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. અભિનેત્રીએ માલદીવની ઘણી સુંદર તસવીરો અને વીડિયો ચાહકો માટે શેર કર્યા છે.
બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા આ દિવસોમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. અભિનેત્રીએ માલદીવની ઘણી સુંદર તસવીરો અને વીડિયો ચાહકો માટે શેર કર્યા છે. 15 મિલિયનથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ સાથે તમન્નાએ ફરી એકવાર તેની સુંદર અંદાજ શેર કરીને લોકોના હૃદયના ધબકારા વધારી દીધા છે. નવી તસવીરોમાં તમન્ના માલદીવમાં આઈસ્ક્રીમ વેચતી જોવા મળે છે.
જો તમને વિશ્વાસ ન આવતો હોય તો તમન્ના ભાટિયાની આ સુંદર તસવીર જાતે જ જોઈ લો, જેમાં તે માલદીવના ટાપુ પર આઈસ્ક્રીમ સાઈકલ પર બેસીને આઈસ્ક્રીમ વેચતી જોવા મળે છે. આ તસવીર શેર કરતાં તમન્નાએ કેપ્શનમાં લખ્યું- વિચારો બધી જ આઈસ્ક્રીમ કોના ટ્રંકમાં છે.
તમન્ના ભાટિયાના લૂકની વાત કરીએ તો, આ તસવીરમાં જ્યાં તમન્ના ફ્લોરલ ટી-શર્ટ પર બ્લુ ડેનિમ પહેરેલી જોવા મળે છે, તેમજ પિંક બિકીનીમાં હોટનેસનું તાપમાન વધારી રહી છે. કાનમાં નાની બુટ્ટી અને નેક પીસ પહેરેલી અભિનેત્રી સુંદર લાગી રહી છે. ખુલ્લા વાળમાં તેનો શાનદાર લુક જોવા જેવો છે. ઉપરાંત, આ તસવીરોમાં પાછળનો નજારો ખૂબ જ સુંદર છે.
તમન્નાની આ તસવીરને ચાહકો માત્ર લાઈક અને કોમેન્ટ જ નથી કરી રહ્યા અને તસવીરને જોરદાર શેર પણ કરી રહ્યા છે. તમન્નાની આ તસવીરો પર અનોખી કમેન્ટ જોવા મળી રહી છે. એક યુઝરે લખ્યું – અમારી પાસે પણ આઈસ્ક્રીમ વેચવા આવો, મેડમ… જ્યારે અન્ય યુઝર્સ લખે છે – એવું લાગે છે કે તમે આઈસ્ક્રીમની ગાડી લઈને ભાગી રહ્યા છો અને આઈસ્ક્રીમ વેન્ડર તમને જોઈને રડી રહ્યો છે…
આ પણ વાંચો...........
શું હાર્દિક પટેલ AAPમાં જોડાશે? અરવિંદ કેજરીવાલ સાથે પ્રાથમિક વાટાઘાટો થઈ હોવાની ચર્ચા
Horoscope 20 March 2022: આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Income Tax Department Recruitment: આવકવેરા વિભાગમાં નોકરીનો શાનદાર મોકો, આ પદો પર નીકળી ભરતી
હાલ માત્ર 4,999 રૂપિયામાં તમારી થઈ શકે છે Hero ની આ શાનદાર બાઈક, જબરદસ્ત છે માઈલેજ