શોધખોળ કરો
Advertisement
આ લોકપ્રિય એક્ટ્રેસનો કોરોના પોઝિટિવ, પરિવારના સાત સભ્યોને પણ લાગ્યો ચેપ, જાણો વિગત
એક્ટ્રેસના કારણે તેના પતિ સુયશ રાવત, સસરા અને કેબિનેટ મંત્રી સતપાલ મહારાજ, સાસુ અમૃતા રાવત, જેઠાણી આરાધ્યા અને તેના પાંચ વર્ષના દીકરાને કોરોનાનો ચેપ લાગ્યો છે
મુંબઇઃ કોરોના મહામારીની ઝપેટમાં હવે વધુ એક એક્ટ્રેસ સપડાઇ છે. યે રિશ્તા ક્યા કહલાતા હૈ જેવી સીરિયલમાં કામ કરી ચૂકેલી ટીવી એક્ટ્રેસ મોહેના કુમારી સિંહનો કોરોના વાયરસ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. ખાસ વાત છે કે, અભિનેત્રીના કારણે ઘરના સાત સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે.
એક્ટ્રેસના કારણે તેના પતિ સુયશ રાવત, સસરા અને કેબિનેટ મંત્રી સતપાલ મહારાજ, સાસુ અમૃતા રાવત, જેઠાણી આરાધ્યા અને તેના પાંચ વર્ષના દીકરાને કોરોનાનો ચેપ લાગ્યો છે. સાથે સાથે મોહેના કુમારી સિંહના ઘરે કામ કરનારા લગભગ 17 કર્મચારીઓનો પણ કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે, હાલ તમામ લોકો ઋષિકેશની એઇમ્સમાં દાખલ છે.
મોહેના કુમારી સિંહએ સોશ્યલ મીડિયા પર પોતાનુ દુઃખ વ્યક્ત કર્યુ, લખ્યું- સુઇ નથી શકતી, આ શરૂઆતી દિવસો અમારા બધા માટે કઠિણ છે. ખાસ કરીને અમારા બાળકો અને વૃદ્ધો માટે. પણ હું પ્રાર્થના કરી રહી છું કે જલ્દી જ આ બધુ ઠીક થઇ જાય. અમે ઠીક છીએ.
મોહેના કુમારી સિંહએ આગળ લખ્યું- અમને કોઇપણ પ્રકારની ફરિયાદ કરવાનો અધિકાર નથી. કેમેકે અહીં કેટલાક એવા લોકો છે, જે અમારાથી વધારે સહન કરી રહ્યાં છે. પણ હું તમારા બધા દ્વારા મોકલવામાં આવેલા મેસેજો, પ્રાર્થના દ્વારા મોકલવામાં આવેલા પ્રેમનુ સ્વાગત કરુ છુ. આ અમારી અંદર ઉર્જા બનાવી રાખે છે. અમે તમારા બધાનો દિલથી આભાર માનીએ છીએ, તમારા બધાનો આભાર.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement