(Source: ECI/ABP News/ABP Majha)
Uorfi Javed ના ફેક અરેસ્ટ વીડિયો પર મુંબઈ પોલીસે કરી કડક કાર્યવાહી, જાણો
ઉર્ફી જાવેદ ઘણીવાર તેના ડ્રેસિંગ અને ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ પોતાનો એક નકલી ધરપકડનો વીડિયો બનાવ્યો હતો.
Uofi Javed Fake Arrest Video Case: ઉર્ફી જાવેદ ઘણીવાર તેના ડ્રેસિંગ અને ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ પોતાનો એક નકલી ધરપકડનો વીડિયો બનાવ્યો હતો જેમાં તેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેના વિચિત્ર અને ટૂંકા કપડા માટે પોલીસ સ્ટેશન લઈ જતી જોવા મળી હતી. હવે મુંબઈ પોલીસે આ વીડિયો પર કાર્યવાહી કરી છે અને ઉર્ફી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
મુંબઈ પોલીસે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. ઉર્ફીના વીડિયોનો બ્લર સ્ક્રીન શૉટ શેર કરતાં મુંબઈ પોલીસે કૅપ્શનમાં લખ્યું- 'સસ્તી પ્રસિદ્ધિ માટે દેશના કાયદાનું ઉલ્લંઘન કોઈ કરી શકે નહીં! અશ્લીલતાના કેસમાં એક મહિલાની કથિત રીતે ધરપકડ કરતી મુંબઈ પોલીસનો વાયરલ વીડિયો સાચો નથી.
View this post on Instagram
'યુનિફોર્મનો દુરુપયોગ થયો છે'
મુંબઈ પોલીસે આગળ લખ્યું- 'યુનિફોર્મનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. જો કે, ભ્રામક વીડિયોમાં સામેલ લોકો વિરુદ્ધ ઓશિવારા PSTN ખાતે કલમ 171, 419, 500, 34 IPC હેઠળ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે, નકલી ઈન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે.
શું હતું વીડિયોમાં?
તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બે મહિલા પોલીસકર્મીઓ તેને તેમની સાથે પોલીસ સ્ટેશન જવા માટે કહે છે. જ્યારે ઉર્ફી તેને તેના ગુના વિશે પૂછે છે, ત્યારે નકલી પોલીસ મહિલા તેને કહે છે કે તે તેને લઈ જઈ રહી છે કારણ કે તેણે ટૂંકા કપડા પહેર્યા હતા. આ પછી તે ઉર્ફીને કારમાં બેસાડે છે અને તેને પોતાની સાથે લઈ જાય છે. આ વીડિયો ઉર્ફીએ પબ્લિસિટી માટે બનાવ્યો હતો, જે બાદ મુંબઈ પોલીસે તેની સામે વર્દીનું અપમાન કરવા બદલ કાર્યવાહી કરી છે.
એક્ટ્રેસ અને મોડલ ઉર્ફી જાવેદ તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. ઉર્ફી દરરોજન તેના નવા લૂકના કારણે ચર્ચામાં રહે છે .