Urvashi Rautela ના સૂર બદલાયા, હવે હાથ જોડીને ઋષભ પંતની માફી માંગી, જુઓ વીડિયો
થોડા સમય પહેલાં ઉર્વશીએ એક ઈન્ટરવ્યુમાં ઋષભ પંત વિશે કંઈક એવું કહ્યું હતું જે ઋષભને પસંદ નહોતું આવ્યું, ત્યારબાદ ઋષભ પંતે ઉર્વશીને જડબાતોડ જવાબ આપ્યો હતો.
Urvashi Rautela: બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની ફિલ્મો કરતાં વધુ તેની સુંદરતાના કારણે વધુ ચર્ચામાં રહે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઉર્વશી આ બંને મુદ્દા કરતાં પોતાના એક નિવેદનને લઈ ચર્ચામાં વધુ છે. ઉર્વશી ભારતીય ક્રિકેટર ઋષભ પંત અને પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ વિશે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
થોડા સમય પહેલાં ઉર્વશીએ એક ઈન્ટરવ્યુમાં ઋષભ પંત વિશે કંઈક એવું કહ્યું હતું જે ઋષભને પસંદ નહોતું આવ્યું, ત્યારબાદ ઋષભ પંતે ઉર્વશીને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ પછી ઉર્વશીએ ઋષભ પંતને છોટુ ભૈયા કહીને ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. બંનેની આ લડાઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. પરંતુ હવે એશિયા કપ 2022 પૂર્ણ થયા બાદ ઉર્વશીના સૂર બદલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. તમને એ વાંચીને નવાઈ લાગશે કે ઉર્વશીએ ઋષભ પંતની માફી માંગી છે, તે પણ હાથ જોડીને. પંતની માફી માંગતી ઉર્વશીનો વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે.
ઉર્વશીએ કહ્યું 'I Am Sorry'
ઉર્વશીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે સીધી વાત નો બકવાસ મૂડમાં જોવા મળી રહી છે. વીડિયોમાં એક રિપોર્ટર ઉર્વશીને પૂછે છે, 'તમે ગોળ-ગોળ વાત કરી રહ્યા છો અને હું તમને સીધો જ પૂછું છું. શું તમે ઋષભ પંતને કોઈ સંદેશ આપવા માંગો છો? કારણ કે તમે કહ્યું હતું કે માફ કરો અને ભૂલી જાઓ. પાપારાઝીના આ પ્રશ્ન પર ઉર્વશી હાથ જોડીને કહે છે 'સોરી... આઈ એમ સોરી'. હવે સોશિયલ મીડિયા પર ઉર્વશીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો વીડિયો પર કોમેન્ટ કરીને ઉર્વશીની મજાક ઉડાવી રહ્યા છે. તમે પણ જુઓ વીડિયો.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે ઋષભ પંત સિવાય ઉર્વશીનું નામ થોડા દિવસો પહેલાં જ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ સાથે ચર્ચામાં આવ્યું હતું. ઉર્વશીએ તેના ઈન્સ્ટાગ્રામ પર નસીમ શાહનો એક વીડિયો શેર કર્યો હતો જે ઘણો વાયરલ થયો હતો. જો કે, જ્યારે નસીમ શાહને ઉર્વશી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે અભિનેત્રીને ઓળખવાની ના પાડી દીધી હતી. જે બાદ ઉર્વશીને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.