શોધખોળ કરો
Advertisement
સ્વ.અમઝદ ખાનના ભાઈ ઈમ્તિયાઝ ખાનનું નિધન, જાણો કોણે પાઠવી શ્રદ્ધાંજલિ
બોલિવૂડ સેલેબ્સે ઈમ્તિયાઝ અલીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ આપી હતી. ઈમ્તિયાઝ તથા કૃતિકાને દીકરી આયેશા ખાન છે.
મુંબઈઃ બોલિવૂડ સ્ટાર અમઝદ ખાનના ભાઈ તથા જાણીતા એક્ટર ઈમ્તિયાઝ ખાનનું નિધન થયું. 78 વર્ષીય ઈમ્તિયાઝ ખાન જાણીતી ટીવી એક્ટ્રેસ કૃતિકા દેસાઈના પતિ હતાં. ઈમ્તિયાઝ ખાનનું નિધન 15 માર્ચે થયું હતું. બોલિવૂડ સેલેબ્સે ઈમ્તિયાઝ અલીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ આપી હતી. ઈમ્તિયાઝ તથા કૃતિકાને દીકરી આયેશા ખાન છે.
જાવેદ જાફરીએ ઈમ્તિયાઝ તથા અમઝદ ખાનની તસવીર શેર કરીને કહ્યું, સીનિયર અભિનેતા ઈમ્તિયાઝ ખાનનું નિધન. તેમની સાથે ‘ગેંગ’માં કામ કર્યું હતું. શાનદાર અભિનેતા તથા એક સારા વ્યક્તિ. તમારી આત્માને શાંતિ મળે.
બોલિવૂડ અભિનેત્રી અંજુ મહેન્દ્રુએ પણ ઈમ્તિયાઝ ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. અંજુએ એક તસવીર શેર કરી હતી. જેમાં અમઝદ તથા ઈમ્તિયાઝ જોવા મળે છે. અંજુએ કહ્યું હતું, એક સમયની વાત હતી. મારા મિત્ર ઈમ્તિયાઝ ખાનની આત્માને ભગવાન શાંતિ આપે.
ઈમ્તિયાઝ ખાન અભિનેતા તથા ડિરેક્ટર પણ હતાં. તેમણે 1951માં ચાઈલ્ડ અભિનેતા તરીકે ‘નાઝનીન’ ફિલ્મથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ‘હલચલ’, ‘પ્યારા દોસ્ત’, ‘ગેંગ’, ‘યાદોં કી બારાત’, ‘દયાવાન’, ‘ધર્માત્મા’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. છેલ્લે તેઓ વર્ષ 2005માં આવેલી ફિલ્મ ‘બંટી ઔર બબલી’માં જોવા મળ્યાં હતાં. તેમણે ટીવી સિરિયલ ‘નૂર જંહા’ ડિરેક્ટ કરી હતી. નોંધનીય છે કે બંને ભાઈઓ અમઝદ ખાન તથા ઈમ્તિયાઝે ફિલ્મ ‘ચોર પોલીસ’ તથા ‘અમીર આદમી ગરીબ આદમી’માં સાથે કામ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement