શોધખોળ કરો
Advertisement
વિઝા વિના વિવેક ઓબેરોય પહોંચ્યા દુબઇ, એરપોર્ટ પર ફસાયા, જુઓ વીડિયો
બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય હાલ યૂનાઇટેડ અરબ અમીરાત(UAE)માં છે. જો કે તેઓ અહીં વિઝા વિના પહોંચી જતાં મુશ્કેલીમાં ફસાયા છે.
બોલિવૂડ: અભિનેતા વિવેક ઓબેરોય હાલ યૂનાઇટેડ અરબ અમીરાત(UAE)માં છે. તેઓ કોઇ કામથી દુબઇ ગયા છે. જો કે તેઓ તેના વિઝા ઘરે જ ભૂલી જતાં મુશ્કેલીમાં ફસાયા છે. તેમણે તેમની મુશ્કેલી શેર કરતા એક વીડિયો ફેન્સ માટે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે એરપોર્ટ પર કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તેના અનુભવ શેર કર્યો છે. તો ફેન્સે ઝડપથી વિવેક સ્વદેશ પરત ફરે માટે દુવા કરી રહ્યાં છે.
વિવેકે વીડિયોમાં જણાવ્યું કે, “હું શાનદાર ખુબસૂરત દુબઇમાં છું પરંતુ અહીં મારી સાથે એક મજેદાર ઘટના બની છે. તો મેં વિચાર્યું કે, આ અનુભવ આપ સૌની સાથે શેર કરૂં. જ્યારે મેં દુબઇમાં પ્રવેશ કર્યો તો મને યાદ આવ્યું કે, મારી પાસે વિઝા નથી. મારો કહેવાનો મતલબ એ છે કે, વિઝા તો છે પરંતુ હું સાથે રાખવાનું ભૂલી ગયો અને તેની ડિજિટલ કોપી પણ મારા ફોનમાં ન હતી”
વિવેકે જણાવ્યું કે, “મેં ખૂબ જ ગરબડ કરી દીધી. આ થોડું મુશ્કેલ હતું કારણ કે, અહીં આવીને પણ આપ વિઝા ખરીદી શકો છો પરંતુ જો આપની પાસે પહેલાથી જ વિઝા હોય તો સિસ્ટમ આપની એપ્લિકેશન ડિક્લાઇન કરી દે છે. જો કે આ મુશ્કેલીમાં અહીંના લોકોએ મારો ખૂબ જ સાથ આપ્યો. અહીના રૂલ્સ ખૂબ જ સ્ટ્રિક્ટ છે પરંતુ અહીના અધિકારીઓ મને જે રીતે મદદ કરી હું તેનો આભારી રહીશ”
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement