શોધખોળ કરો

Year Ender 2025: વર્ષ 2025માં સાઉથની ફિલ્મોએ બોલિવૂડને પાછળ છોડ્યું, આ બે ફિલ્મો જ રહી બોક્સઓફિસ પર સફળ

આ વર્ષે દક્ષિણ ભારતીય ફિલ્મોએ પ્રભુત્વ મેળવ્યું, બોક્સ ઓફિસ પર નોંધપાત્ર આવક મેળવી હતી.

અનેક વર્ષોથી સાઉથની ફિલ્મો બોલિવૂડને પાછળ છોડી રહી છે. વાસ્તવમાં 10 વર્ષ પહેલાં આવેલી "બાહુબલી" એ એક એવો ચમત્કાર હતો કે તે માત્ર સમગ્ર વિશ્વમાં બ્લોકબસ્ટર બની જ નહીં, પરંતુ દક્ષિણ ભારતીય ઉદ્યોગના ભાગ્યને પણ ફરીથી વ્યાખ્યાયિત કર્યું. ત્યારથી દક્ષિણ ભારતીય સિનેમાએ દરેક પાસામાં બોલિવૂડ કરતાં પોતાને શ્રેષ્ઠ સાબિત કર્યું છે, પછી ભલે તે નવી અને હૃદયસ્પર્શી વાર્તાઓ હોય કે એક્શન સિક્વન્સ.

વર્ષ 2025 પણ તેમાં અપવાદ નથી. આ વર્ષે દક્ષિણ ભારતીય ફિલ્મોએ પ્રભુત્વ મેળવ્યું, બોક્સ ઓફિસ પર નોંધપાત્ર આવક મેળવી હતી. કમાણીની દ્રષ્ટિએ બોલિવૂડ પાછળ રહી ગયું. સલમાન ખાન અને અજય દેવગન સહિત અનેક મોટા સુપરસ્ટારની ફિલ્મો બોક્સ ઓફિસ પર કોઈ નોંધપાત્ર સફળતા મેળવી શકી નહીં. દરમિયાન ઋષભ શેટ્ટીની એક્શન થ્રિલર "કાંતારા: ચેપ્ટર 1" એ માત્ર બોક્સ ઓફિસના બધા રેકોર્ડ તોડ્યા જ નહીં પરંતુ વર્ષની સૌથી મોટી ફિલ્મનો ખિતાબ પણ મેળવ્યો હતો. 

સાઉથ ભારતીય ફિલ્મોએ વર્ષ 2025 માં પ્રભુત્વ મેળવ્યું.

આ વર્ષે ઘણી દક્ષિણ ભારતીય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર પ્રભુત્વ મેળવ્યું હતું. ઋષભ શેટ્ટીની "કાંતારા ચેપ્ટર 1" એ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 130 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતમાં 662 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં 840 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ દરમિયાન રજનીકાંતની "કૂલી" એ વિશ્વભરમાં 516 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કલ્યાણી પ્રિયદર્શનની "લોકાહ ચેપ્ટર 1", જે ફક્ત 40 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી હતી, તેણે પણ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. તેણે 302 કરોડ રૂપિાની કમાણી સાથે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. મોહનલાલની "એલ 2 એમ્પુરાન" પણ વર્ષની મોટી હિટ ફિલ્મ રહી. 150 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ મલયાલમ ફિલ્મે વિશ્વભરમાં 268 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ દક્ષિણ ભારતીય ફિલ્મોએ 2025માં સૌથી વધુ કમાણી કરી હતી

કાંતારા ચેપ્ટર-1 840 કરોડ રૂપિયા વર્લ્ડવાઈડ
કૂલી - 561 કરોડ રૂપિયા વર્લ્ડવાઈડ
લોકાહ ચેપ્ટર-1 - 302 કરોડ વર્લ્ડવાઈડ
એલ2 એમ્પુરાન - 268 કરોડ વર્લ્ડવાઈડ

બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સની ફિલ્મો પાછળ રહી ગઈ

બોલિવૂડના સૌથી મોટા સુપરસ્ટારની ફિલ્મો 2025માં બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ વર્ષની શરૂઆતમાં ઋતિક રોશન અને જૂનિયર NTR ની "વોર 2" રિલીઝ થઈ હતી. YRFના સ્પાય યુનિવર્સમાંથી આ ફિલ્મને ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તે તેનું બજેટ પાછું મેળવી શકી નહીં. 400 કરોડના ખર્ચે બનેલી તેણે વિશ્વભરમાં 360 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. દરમિયાન ઈદ પર રિલીઝ થયેલી સુપરસ્ટાર સલમાન ખાનની "સિકંદર" ફિલ્મનું પ્રદર્શન અપેક્ષા કરતા નબળું રહ્યું હતું. 200 કરોડના ખર્ચે બનેલી ફિલ્મએ વિશ્વભરમાં 184.71 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અક્ષય કુમારની મલ્ટી-સ્ટારર ફિલ્મ "હાઉસફુલ 5" પણ સારું પ્રદર્શન કરી શકી નહીં. 225 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 190 કરોડની કમાણી કરી હતી. તાજેતરમાં મેડોકની હોરર યુનિવર્સ ફિલ્મ "થામા" પણ સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગઈ. તેનું બજેટ 140 કરોડ હોવાનું જણાવાયું હતું, પરંતુ તેણે વિશ્વભરમાં ફક્ત 132 કરોડની કમાણી કરી હતી.

બે ફિલ્મોએ બોલિવૂડનું સન્માન બચાવ્યું

જોકે, બે ફિલ્મોએ બોલિવૂડનું સન્માન બચાવ્યું: એક વિક્કી કૌશલની "છાવા" અને બીજી અહાન પાંડે અને અનિત પડ્ડાની "સૈયારા" 150 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 808 કરોડની કમાણી કરી, જે વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. નવા કલાકારો અહાન પાંડે અને અનિત અભિનીત "સૈયારા" યાદીમાં ત્રીજા ક્રમે છે. 50 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 334 કરોડની કમાણી કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Advertisement

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget