The Kerala Story: MP બાદ હવે UPમાં ટેક્સ ફ્રી થઇ ‘ધ કેરળ સ્ટૉરી’, સીએમ યોગીએ કર્યુ એનાઉન્સમેન્ટ
સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું કે, ઉત્તરપ્રદેર સરકારે તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટૉરી’ને રાજ્યમાં ટેક્સ ફ્રી જાહેર કરી છે
The Kerala Story: ફિલ્મ ‘ધ કેરળ સ્ટૉરી’ થિએટર્સમાં રિલીઝ થઇ ચૂકી છે, જોકે, ફિલ્મ રિલીઝ પહેલા અને બાદમાં પણ વિવાદોમાં રહી છે, જ્યાં એકબાજુ કેટલાય રાજ્યોમાં ફિલ્મને બેન કરી દેવામાં આવી છે, તો વળી કેટલાક રાજ્યોમાં ‘ધ કેરળ સ્ટૉરી’ને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશ બાદ હવે ઉત્તરપ્રદેશમાં પણ ફિલ્મ ‘ધ કેરળ સ્ટૉરી’ને ફ્રી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
‘ધ કેરળ સ્ટૉરી’ ફિલ્મ યુપીમાં ટેક્સ ફ્રી
સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું કે, ઉત્તરપ્રદેર સરકારે તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટૉરી’ને રાજ્યમાં ટેક્સ ફ્રી જાહેર કરી છે. મુખ્યમંત્રી સચિવાયલે કહ્યુ કે, ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પોતાના કેબિનેટ સહયોગીઓની સાથે લોકભવનમાં આયોજિત થનારી એક સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ‘ધ કેરળ સ્ટૉરી’ ફિલ્મ જોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ફિલ્મને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. વળી, સીએમ મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં આ ફિલ્મ પર બેન લગાવી દીધો છે.
આ પહેલા પણ સીએમ યોગી આદિત્યનાથે પણ ટ્વીટ કર્યું હતુ કે, રાજ્યમાં ‘ધ કેરળ સ્ટૉરી’ને ટેક્સ ફ્રી કરવામાં આવશે. ટ્રેલર લૉન્ચ થયા બાદથી આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. જોકે વિવાદો વચ્ચે કેટલાય રાજ્યોએ તેને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત પહેલાથી જ કરી દીધી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે શનિવારે, 6 મે ફિલ્મ ‘ધ કેરળ સ્ટૉરી’ને રાજ્યમાં ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. તમિલનાડુમાં પણ થિએટર્સમાં ફિલ્મ ના બતાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
'The Kerala Story' उत्तर प्रदेश में टैक्स फ्री की जाएगी।
— Yogi Adityanath (@myogiadityanath) May 9, 2023
આ રાજ્યોમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ-
મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ ઉઠી છે. મહારાષ્ટ્રના નાસિકમાં હિન્દુ સકલ સમાજનું કહેવું છે કે લવ જેહાદની આખી પ્રક્રિયા ‘ધ કેરળ સ્ટૉરી’ દ્વારા લોકોની સામે આવી છે. એવી અપેક્ષા છે કે સીએમ એકનાથ શિંદે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરશે. ‘ધ કેરળ સ્ટૉરી’ કેરળ રાજ્યની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે.
રાજ્યમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો શું અર્થ ?
આ ઉપરાંત ઉત્તર પ્રદેશના દેવરિયાના ધારાસભ્ય શલભ મણિ ત્રિપાઠીએ પણ ટ્વીટ કરીને ફિલ્મને ટેક્સ ફ્રી હોવાની વાત કરી છે. નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે પણ કહ્યું છે કે, જો આ અંગે કોઈ દરખાસ્ત આવશે તો રાજ્ય સરકાર ફિલ્મને ટેક્સ ફ્રી કરશે. જ્યારે કોઈ રાજ્યમાં કોઈ ફિલ્મને કરમુક્ત બનાવવામાં આવે છે, ત્યારે તેનો અર્થ એ થાય છે કે સંબંધિત રાજ્યની સરકાર તે ફિલ્મની ટિકિટના વેચાણ પર GSTનો પોતાનો હિસ્સો વસૂલશે નહીં.