શોધખોળ કરો

વિકી કૌશલ અને કેટરિના કૈફને જાનથી મારી નાખવાની ધમકી આપનાર બંને આરોપીઓની ધરપકડ, જાણો કોણ છે

આદિત્ય રાજપૂત નામના વ્યક્તિ પર સોશિયલ મીડિયા પર ધમકી આપવાનો આરોપ છે. વિકી કૌશલની ફરિયાદના આધારે પોલીસ આદિત્ય વિરુદ્ધ તપાસ કરી રહી છે.

બોલિવૂડ અભિનેતા વિકી કૌશલ અને કેટરીના કૈફને ધમકી આપવા બદલ પોલીસે બે લોકોની અટકાયત કરી છે. એકનું નામ મનવિંદર સિંહ છે અને તે લખનૌનો રહેવાસી છે. માહિતી આપતા પોલીસે જણાવ્યું કે મનવિંદર સિંહ કેટરિનાનો મોટો ફેન હતો. આરોપીનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ છે. ત્યાં તેણે પોતાના બાયોમાં કેટરિનાને ગર્લફ્રેન્ડ ગણાવી છે.

નોંધનીય છે કે, આજે સવારે જ સમાચાર સામે આવ્યા હતા કે બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરિના કૈફને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ મામલામાં વિકીએ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પછી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી હતી. આદિત્ય રાજપૂત નામના વ્યક્તિ પર સોશિયલ મીડિયા પર ધમકી આપવાનો આરોપ છે. વિકી કૌશલની ફરિયાદના આધારે પોલીસ આદિત્ય વિરુદ્ધ તપાસ કરી રહી છે.

વિકી કૌશલની ફરિયાદ પર પોલીસે કલમ 506(2), 354(D) IPC r/w કલમ 67 IT એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. વિકી કૌશલનો આરોપ છે કે એક વ્યક્તિ તેને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ દ્વારા ધમકી આપી રહ્યો છે. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે આરોપી તેની પત્ની એટલે કે કેટરિના કૈફ પર પણ નજર રાખી રહ્યો છે અને તેને ધમકાવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વિકી કૌશલ અને કેટરીના કૈફ ગયા વર્ષે 9 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ બંને સ્ટાર્સ તેમના નજીકના મિત્રો સાથે કેટરીનાનો જન્મદિવસ મનાવવા માટે માલદીવ ગયા હતા. 16 જુલાઈએ કેટરિનાએ તેનો 39મો જન્મદિવસ ઉજવ્યો. ત્યાંથી બંને સ્ટાર્સની ઘણી ખાસ તસવીરો પણ સામે આવી હતી.

સલમાન ખાનને ધમકીઓ મળી છે

આ પહેલીવાર નથી જ્યારે કોઈ સ્ટારને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. તાજેતરમાં જ અભિનેતા સલમાન ખાનને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ મામલામાં સલમાન ખાન તરફથી પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી. થોડા દિવસો પહેલા સલમાન ખુદ મુંબઈના પોલીસ કમિશનરને મળ્યો હતો. અહેવાલો અનુસાર, તેણે બંદૂકના લાયસન્સ માટે પણ અરજી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Embed widget