શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ રાજપૂત કેસ: AIIMS નો રિપોર્ટ આવ્યા બાદ હવે CBI એ આપ્યું આ નિવેદન
સુશાંત સિંહ રાજપૂત કેસમાં AIIMSનો રિપોર્ટ આવ્યા બાદ નવી રીતે નિવેદનો થઈ રહ્યા છે.
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત કેસમાં AIIMSનો રિપોર્ટ આવ્યા બાદ નવી રીતે નિવેદનો થઈ રહ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ કહ્યું હાલ પણ એજન્સી અભિનેતાના મોતની તપાસ કરી રહ્યું છે. તમામ કડીઓને જોવામાં આવી રહી છે.
એઈમ્સ મેડિકલ બોર્ડે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યાની આશંકાને ફગાવતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું છે. એઈમ્સ ફોરેન્સિક વિભાગના ડૉક્ટર સુધીર ગુપ્તાએ શનિવારે આ માહિતી આપી હતી.
ફોરેન્સિક ડૉક્ટરોની છ સદસ્યોની ટીમે ઝેર આપીનને અથવા તો ગળુ દબાવીને અભિનેતાની હત્યા થઈ હોવાની આશંકાને ફગાવી છે. ડૉ ગુપ્તાએ કહ્યું કે તપાસ ટીમને વિસેરામાં ઝેર અથવા કોઈ માદક પદાર્થનો અંશ નથી મળ્યો.
AIIMS ની રિપોર્ટ બાદ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પરિવારના વકીલ વિકાસ સિંહે કહ્યું સીબીઆઈને સોંપવામાં આવેલી એઈમ્સની રાયથી તેઓ પરેશાન છે. તેમણે કહ્યું તપાસ એજન્સીના પ્રમુખને અનુરોધ કરશું કે આ કેસમાં નવી ફોરેન્સિક ટીમની પસંદગી કરવામાં આવે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion