રાજપાલ યાદવે અતા પતા લાપતા નામની એક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ માટે તેણે દિલ્લીના એક બિઝનેસમેન પાસેથી 5 કરોડ રૂપિયા ઉછીના લીધા હતા. 2 નવેમ્બર 2012ના રાજપાલ યાદવની ફિલ્મ પણ રીલિઝ થઈ ગઈ પરંતુ તેમણે ઉછીના લીધેલા પૈસા પરત ન કર્યા. ત્યારબાદ કોર્ટમાં હાજર રહેવા માટે ઘણા બધા સમન્સ પણ મોકલવામાં આવ્યા પરંતુ તે કોર્ટમાં હાજર થયો નહોતો.
2/5
બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવ અને તેની પત્નીને 5 કરોડની છેતરપિંડી મામલે 13 એપ્રિલના રોજ દોષિ ઠેરવ્યા હતા. કોર્ટે આ નિણય 2010માં 5 કરોડ રૂપિયા લઈને તેને ચૂકવવામાં નહી આવતા કર્યો હતો.
3/5
ઉપરાંત તેના વકીલે કોર્ટમાં ખોટુ એફિડેવિટ રજૂ કર્યું હતું. જેના કારણે કોર્ટ તેનાથી નારાજ હતી. ઉલ્લેખનીય છે કે દિલ્લી હાઈકોર્ટે આ મામલે રાજપાલ યાદવને વર્ષ 2013માં 10 દિવસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
4/5
રાજપાલ બોલીવુડ ફિલ્મોમાં તેના કોમિક રોલ્સના કારણે જાણીતો છે. ચુપ-ચુપ કે, હંગામા, ફિર હેરાફેરી, ઢોલ, મુજસે શાદી કરોગી, હેલ્લો હમ લલ્ન બોલ રહે હૈ, ભાગમભાગ, ચલચલાચલ, મૈં માધુરી દીક્ષિત બનના ચાહતી હું, ભૂલ ભુલૈયા જેવી અનેક ફિલ્મોમાં કરેલા શાનદાર રોલ્સ માટે ફેન્સ આજે પણ તેને યાદ કરે છે.
5/5
નવી દિલ્હીઃ ચેક બાઉન્સ મામલામાં રાજપાલ યાદવને દોષિ જાહેર કરીને દિલ્હીની કડકડડ્મા કોર્ટે તેને છ મહિનાની સજા સંભળાવી છે. ઉપરાંત દરેક મામલામાં 1.60 કરોડ રૂપિયાનો દંડ પણ ફટાકાર્યો છે. જોકે સજાની જાહેરાતની થોડી જ વારમાં રાજપાલ યાદવને કોર્ટમાંથી જામીન પણ મળી ગયા હતા. રાજપાલ પર ચેક બાઉન્સના કુલ 7 મામલા નોંધાયેલા છે.