શોધખોળ કરો
Advertisement
કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવ પાકિસ્તાનમાં કૉમેડી શો નહી કરે, જાણો શું આપ્યું કારણ
મુંબઈ: ઉરી હુમલા બાદ કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવે પાકિસ્તાનમાં કૉમેડી શો કરવાની મનાઈ કરી છે. તેને કહ્યું કે મારે પાકિસ્તાનમાં એક કૉમેડી શો કરવાનો હતો, પરંતુ મને ત્યાં જવાનું મન થતું નથી. આપણા શહીદ જવાનોના પરિવારજનો મુશ્કેલીમાં છે, ત્યારે હું કઈ રીતે પાકિસ્તાનમાં જઈ લોકોને હસાવી શકું. પાકિસ્તાનના કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિક્રીયા આપતા રાજૂ શ્રીવાસ્તવે કહ્યું કે અમે તેમને ખુલ્લા દિલથી આવકારીએ છીએ. આપણા દેશમાં એકથી એક ચડીયાતા કલાકારો પડ્યા છે, પરંતુ તેમને તક નથી મળતી.
રાજુ શ્રીવાસ્તવે કહ્યું કે પાકિસ્તાન હંમેશા દગો કરે છે, જ્યારે ભારતે હંમેશા દોસ્તી માટે હાથ આગળ વધાર્યો છે. હાલના પરિસ્થિતિ જોઈ હું પાકિસ્તાનના લોકોને કઈ રીતે હસાવી શકું, હું પાકિસ્તાન નથી જવાનો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement