ફિલ્મોના કયા જાણીતા એક્ટરે Swiggy પરથી ખાવાનુ મંગાવ્યુ ને ના આવતા પીએમ મોદીને કરી દીધી ફરિયાદ, ને પછી શું થયુ.........
સુપરસ્ટારે કહ્યું કે, તેમને આ એપ્સ વિરુદ્ધમાં વ્યક્તિગત રીતે કોઇ ફરિયાદ નથી, પરંતુ કંઇક જવાબદારી હોવી જોઇએ. સ્વિગીના અધિકારીઓએ મામલા પર ટિપ્પણી કરવાની ના પાડી દીધી.

નવી દિલ્હીઃ અત્યારે સોશ્યલ મીડિયા પર બાંગ્લા સ્ટાર પ્રસન્નજીત ચેટર્જી ટ્રેન્ડ કરી રહ્યો છે. તેમના એક ટ્વીટે લોકોને હંસવા માટે મજબૂત કરી દીધા છે. આ ટ્વીટ સ્વીગી પ્લેટફોર્મને લઇને હતુ, અને આની ફરિયાદ પીએમ મોદી અને સીએમ મમતા બેનર્જીને કરી દીધી. એટલે કે બાંગ્લા સુપરસ્ટાર પ્રસન્નજીત ચેટર્જીએ ટ્વીટર પર પીએમ મોદી અને સીએમ મમતા બેનર્જીનુ ધ્યાન ઓનલાઇન ફૂડ એપ સ્વિગી દ્વારા ખાવાનાની ડિલીવરીના કરવાના જરૂરી મુદ્દા તરફ ખેંચ્યુ અને કહ્યું કે, આ મામલામાં વાત થવી જોઇએ. એક ખુલ્લા પત્રમાં પ્રસન્નજીત ચેટર્જીએ ફરિયાદ કરી છે કે તેમને ભોજન ના મળ્યુ જોકે, ઓર્ડરની સ્થિતિ બદલીને ડિલીવર થઇ ગઇ.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતાએ જોકે, સ્પષ્ટ કર્યુ કે પૈસા તેના ખાતામાં પાછા આવી ગયા. તેમના ટ્વીટ પર તરતજ મિશ્રિત પ્રતિક્રિયાઓ મળવા લાગી હતી, જેમાં કેટલાક લોકોએ ખુલ્લા પત્ર માટે તેમની મજાક પણ ઉડાવી જ્યારે અન્ય લોકોએ તેમનુ સમર્થન પણ કર્યુ હતુ. જુઓ એક્ટરનુ ખાસ ટ્વીટ....
Respected PM @narendramodi and Respected CM @MamataOfficial, your kind attention please. pic.twitter.com/fry7F6wYl7
— Prosenjit Chatterjee (@prosenjitbumba) November 6, 2021
કેટલાક ટ્વટીર યૂઝરે મજાકમાં કહ્યું કે આ એક આંતરરાષ્ટ્રીય મુદો છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. ચેટર્જીએ પોતાના પત્રમાં કહ્યું- જો કોઇ પોતાના મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે એપ પર નિર્ભર છે અને તેમનુ ભોજન ક્યારેય પહોંચે નહી તો? જો કોઇ ખાવા માટે આ એપ્સ પર નિર્ભર હોય તો ? શું તે ભૂખ્યા રહેશે? મને લાગ્યુ કે આ વિશે વાત કરવી જરૂરી છે.
સંપર્ક કરવા પર 59 વર્ષીય સુપરસ્ટારે કહ્યું કે, તેમને આ એપ્સ વિરુદ્ધમાં વ્યક્તિગત રીતે કોઇ ફરિયાદ નથી, પરંતુ કંઇક જવાબદારી હોવી જોઇએ. સ્વિગીના અધિકારીઓએ મામલા પર ટિપ્પણી કરવાની ના પાડી દીધી.

