શોધખોળ કરો
જેટલીના નિધન પર બોલીવુડની આ એક્ટ્રેસ કહ્યું- મને 10 દિવસ પહેલા જ ખબર પડી ગઈ હતી, થઈ ટ્રોલ
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીનું શનિવારે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં બપોરે 12.07 કલાકે નિધન થયું હતું.
![જેટલીના નિધન પર બોલીવુડની આ એક્ટ્રેસ કહ્યું- મને 10 દિવસ પહેલા જ ખબર પડી ગઈ હતી, થઈ ટ્રોલ Controversial queen Rakhi Sawant posts video on arun jaitley death જેટલીના નિધન પર બોલીવુડની આ એક્ટ્રેસ કહ્યું- મને 10 દિવસ પહેલા જ ખબર પડી ગઈ હતી, થઈ ટ્રોલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/25103051/rakhi2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીનું શનિવારે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં બપોરે 12.07 કલાકે નિધન થયું હતું. આ દરમિયાન બોલીવુડ એક્ટ્રેસ-ડાંસર રાખી સાવંતે જેટલી અંગે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેને લઇ તે ટ્રોલ થઈ રહી છે.
આ વિવાદાસ્પદ વીડિયોમાં રાખી સાવંત દાવો કરતી નજરે પડી રહી છે કે, જેટલીના નિધન અંગે મને પહેલા જ ખબર પડી ગઈ હતી. મારી પાસે એવી ઈશ્વરીય શક્તિ છે જેથી અનેક ચીજો પહેલાથી જ ખબર પડી જાય છે. કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત વીડિયોમાં કહે છે, મિત્રો નમસ્કાર, જેટલીજી જે બીજેપી નેતા છે, તેઓ આપણી વચ્ચે રહ્યા નથી. મને એક અઠવાડિયા પહેલા નહીં 10 દિવસ અગાઉ કહી દીધું હતું.
વીડિયોમાં રાખીએ કહ્યું, મને ક્યારેક ક્યારેક આવા સપના આવે છે. મને ખબર પડી જાય છે, ખબર નહીં કેમ પણ દૈવી શક્તિ છે. મારે બસ એટલું જ કહેવાનું છે કે તેમની આત્માને શાંતિ મળે અને જેટલીજીએ તેમની પોટલીમાં સારા સારા બજેટ બનાવ્યા છે. જેના કારણે સમગ્ર હિન્દુસ્તાન તેમને યાદ રાખશે. રાખી સાવંતને તેના આ વીડિયો માટે ટ્રોલ કરવામાં આવી રહી છે. નિગમ બોધઘાટ પર થયા અરુણ જેટલીના અંતિમ સંસ્કાર, પુત્ર રોહને આપી મુખાગ્નિView this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)