શોધખોળ કરો
Advertisement
કોરોનાના કારણે બોલીવુડના આ અભિનેતાનું મોત, સલમાન સાથે કઈ ફિલ્મમાં ચમકેલો ? ક્યા રોલના કારણે થયો હતો લોકપ્રિય ?
હરીશ લગભગ 18 વર્ષથી બોલિવૂડમાં એક્ટિવ હતા. બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોતાનો જાદુ ફેલાવ્યો હતો, પરંતુ બજરંગી ભાઈજાનમાં અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
મુંબઈઃ કોરોનાનું સંક્રમણ હાલ દેશ વિદેશમાં વધી રહ્યું છે. રાજનેતા, ફિલ્મ સ્ટાર્સથી માંડી કોઇ બાકાત રહ્યું નથી. કોરોનાથી બોલીવુડના એક્ટર હરીશ બાંચતાનું નિધન થયું છે. મૂળ હિમાચલ પ્રદેશના રહેવાસી બાંચતાએ સલમાન ખાન સાથે બજરંગી ફિલ્મમાં કામ કર્યુ હતું. તેની માતાનું એક દિવસ પહેલા જ અવસાન થયું હતું.
હરીશ લગભગ 18 વર્ષથી બોલિવૂડમાં એક્ટિવ હતા. તેની ક્ષમતાને કારણે, તે એક વિશેષ ઓળખ બનાવવા માટે વ્યવસ્થાપિત થયા. 48 વર્ષના અંતમાં હરીશે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોતાનો જાદુ ફેલાવ્યો હતો, પરંતુ બજરંગી ભાઈજાનમાં અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
હરીશે ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. સીઆઈડી અને ક્રાઇમ પેટ્રોલમાં કામ કર્યું હતું. તેના નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સોમવારે જ હરીશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેના થોડા જ કલાકોમાં મોત થતાં પરિવાર શોકમગ્ન બની ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement