શોધખોળ કરો
Advertisement
Coronavirusને પગલે ફેલાયેલા સન્નાટા વચ્ચે પણ ઘરની બહાર સામાન ખરીદવા નીકળી બોલિવૂડની આ અભિનેત્રી
કોરોના વાયરસના ચક્કરમાં બધાં લોકો ભીડથી અલગ રહી રહ્યાં છે. સેલેબ્સની જોઈને લોકોની ભીડ ભેગી થઈ જાય છે જ્યારે આ વખતે નજારો કંઈક અલગ જ જોવા મળ્યો હતો.
કોરોના વાયરસના ચક્કરમાં બધાં લોકો ભીડથી અલગ રહી રહ્યાં છે. બોલિવૂડના તમામ સેલેબ્સ પોત-પોતાના ઘરોમાં બંધ છે ત્યારે જરૂર પડે તો જ એ લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે. બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા પણ જરૂર સામાન ખરીદવા માટે ઘરની બહાર નીકળી હતી.
તારા એકલી જ નહીં પરંતુ પોતાની બહેન પિયા સુતારિયાની સાથે સામાન ખરીદવા માટે ઘરની બહાર નીકળી હતી.
મહત્વની વાત છે કે, સેલેબ્સની જોઈને લોકોની ભીડ ભેગી થઈ જાય છે જ્યારે આ વખતે નજારો કંઈક અલગ જ જોવા મળ્યો હતો.
આ વખતે કેમેરની સામે ફક્ત બન્ને બહેન જ જોવા મળી હતી અને તેની આસપાસ ચાહકો પણ જવાનું ટાળી રહ્યાં હતાં. સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, બહાર શહેરમાં કેવો સન્નાટો ફેલાયેલો છે. તારાએ ગયા વર્ષે જ ફિલ્મ સ્ટુડેન્ટ ઓફ ધ યર-2માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
ત્યાર બાદ તારા મરજાવામાં જોવા મળી હતી. જેમાં રિતેશ દેશમુખ અને સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં હતાં. આદર જૈનની સાથે તારાનું અફેર હોવાની પણ ચર્ચા છે.
બહેન પિયાની સાથે તારાનું સારું બોન્ડિંગ છે અને તેની સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ અનેક તસવીરો પોસ્ટ કરેલી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement