શોધખોળ કરો
Advertisement
'ક્રાઈમ પેટ્રોલ'ના અભિનેતા શફીફ અંસારીનું મોત, જાણો કઈ બીમારીથી પીડાતા હતા
શફીકે ક્રાઇમ પેટ્રોલ ઉપરાંત અનેક ફિલ્મોમાં પણ નજરે પડ્યો હતો. તે બચ્ચનની ફિલ્મ બાગબાનના સ્ક્રીન રાઇટર્સ પૈકીના એક હતા.
નવી દિલ્હીઃ ટીવી શો ક્રાઈમ પેટ્રોલમાં પોલીસની ભૂમિકા ભજવનારા એક્ટર અને સ્ક્રીન રાઇટર શફીક અંસારીનું 52 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ઘણા વર્ષોથી કેન્સર સામે જંગ લડતા હતા. રવિવારે મુંબઈમાં તેમનું નિધન થયું હતું.
સિંટાએ વ્યક્ત કર્યુ દુઃખ
શફીકના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લહેર છે. સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (સિંટા)એ પણ શફીકના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. સિંટાએ ટ્વિટ કરીને લખ્યું, અમે અંસારી શફીકના નિધન પર સંવેદના વ્યક્ત કરીએ છીએ. તેઓ જૂન 2008થી સિંટાના મેમ્બર હતા.
શફીકે ક્રાઇમ પેટ્રોલ ઉપરાંત અનેક ફિલ્મોમાં પણ નજરે પડ્યો હતો. તે બચ્ચનની ફિલ્મ બાગબાનના સ્ક્રીન રાઇટર્સ પૈકીના એક હતા. અનેક ફિલ્મ અને ટીવી શોમાં સપોર્ટિંગ એક્ટર તરીકે પણ કામ કર્યુ હતું. કરિયર દરમિયાન શફીક અંસારીએ ધર્મેન્દ્ર, હેમા માલિની, શત્રુધ્ન સિંહા, ગોવિંદા, માધુરી દીક્ષિત, મિથુન ચક્રવર્તી જેવા સ્ટાર્સ સાથે કામ કર્યુ છે.#CINTAA expresses it's deepest condolence on the demise of Mr. Ansari Shafique (Member since : June 2008)@DJariwalla @sushant_says @amitbehl1 @sanjaymbhatia @SuneelSinha @deepakqazir @NupurAlankar @abhhaybhaargava @JhankalRavi @rakufired @neelukohliactor @RajRomit pic.twitter.com/4aoZVesxLF
— CINTAA_Official (@CintaaOfficial) May 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement