શોધખોળ કરો
દીપિકા-રણવીરની લગ્નની વિધિને લઈને થયો વિવાદ, જાણો શું છે મામલો
1/3

રણવીર-દીપિકાના લગ્નમાં અમૃતસર ગોલ્ડન ટેમ્પલનાં રાગી ભાઈ નરેન્દ્ર સિંહ ઇટાલી ગયા હતા. ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનાં લગ્ન અત્યારે ચર્ચામાં છે. હવે આ કપલ બેંગલુરૂ અને દિલ્લીમાં રિસેપ્શન પાર્ટી આપશે.
2/3

આનંદ કારજ, હિંદૂ વિવાહની રીતિઓ કરતા અલગ માનવામાં આવે છે. આ રીતિ દિવસમાં ગુરૂદ્વારામાં થાય છે, પરંતુ દીપવીરનાં લગ્નમાં આ રીતિ ગુરૂદ્વારામાં નહોતી થઈ. ઇટાલિયન સિખ સંસ્થાનો આરોપ છે કે યોગ્ય રીતે આનંદ કારજની રીતિ અનુસરવામાં આવી નથી. ઇટાલીની સિખ સંસ્થાનાં પ્રેસિડેન્ટ, સુખદેવ સિંહ કાંગનું કહેવું છે કે, અકાલ તખ્ત હુકુમનામ ગુરૂ ગ્રથ સાહેબને ગુરૂદ્વારા સિવાય બીજી કોઈ જગ્યાએ લઈ જવાની મનાઈ છે. હું આને લઇને અકાલ તખ્તનાં જત્થેદારને લેટર લખવાનો છું, તેઓ આની પર પગલા લે.
3/3

મુંબઈ: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનાં લગ્ન ઇટાલીનાં લેક કોમોમાં કોંકણી અને સિંધી રીતિ-રિવાજ પ્રમાણે કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ આ કપલ મુંબઈ પરત ફર્યું છે, પરંતુ લગ્નની ખુશીઓ વચ્ચે રણવીર માટે મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. રણવીર-દીપિકાની 15 નવેમ્બરનાં રોજ થયેલી આનંદ કારજની વિધિને લઇને ઇટાલીની સિખ સંસ્થાએ વાંધો ઉઠાવ્યો છે.
Published at : 19 Nov 2018 07:23 PM (IST)
View More





















