સાઈબર ક્રાઈમના એક્સપર્ટ રિતેશ ભાટિયાએ કહ્યું આ પ્રકારનો મેઈલ 25 જૂને મળ્યો હતો જેમાં 3 હજાર બિટકોઈન માંગવામાં આવ્યા હતા.
2/3
ખંડણીખોરે અભિનેત્રીને તમામ નાણાં બિટકોઈન દ્વારા આપવા માટેની ધમકી આપી છે. આ મામલે વર્સોવા પોલીસ સ્ટેશનમાં એક લેખિત ફરિયાદ કરવામાં આવી છે. સાઈબર સેલ દ્વારા આખા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.
3/3
મુંબઈ : ચશ્મે બદૂર અને શ્રીમાન શ્રીમતી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી એક્ટ્રેસ દીપ્તી નવલ પાસે 3.9 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. એક્ટ્રેસે આ મામલે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. દીપ્તી નવલ પાસે મેઈલ દ્વારા ખંડણીની માંગણી કરવામાં આવી છે. દિપ્તી નવલને એક મેઈલ આવ્યો હતો જેમાં 24 કલાકમાં 3.9 લાખ રૂપિયા આપવાની વાત કહેવામાં આવી હતી. આ મામલે દીપિતીએ મીડિયાને કઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો.