![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Devraj Patel Died: 'ભાઈ દિલ સે બુરા લગતા હૈ' વીડિયોથી જાણીતા દેવરાજ પટેલનું અકસ્માતમાં મોત
'ભાઈ દિલ સે બુરા લગતા હૈ' વીડિયોથી સોશિયલ મીડિયા પર ફેમસ થયેલા કોમેડિયન દેવરાજ પટેલ વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
![Devraj Patel Died: 'ભાઈ દિલ સે બુરા લગતા હૈ' વીડિયોથી જાણીતા દેવરાજ પટેલનું અકસ્માતમાં મોત Devraj Patel Dil Se Bura Lagta Hai Bhai Meme Fame Dies in road Accident Devraj Patel Died: 'ભાઈ દિલ સે બુરા લગતા હૈ' વીડિયોથી જાણીતા દેવરાજ પટેલનું અકસ્માતમાં મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/26/08223c3d1299217e5b5147440df1a429168780176443378_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Devraj Patel Died: 'ભાઈ દિલ સે બુરા લગતા હૈ' વીડિયોથી સોશિયલ મીડિયા પર ફેમસ થયેલા કોમેડિયન દેવરાજ પટેલ વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બધાને હસાવનાર દેવરાજ પટેલનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ ઘટના રાયપુરના તેલીબંધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે દેવરાજની બાઇકને ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત દરમિયાન તેની સાથે રહેલા એક મિત્રને ગંભીર ઈજા પહોંચી છે.
ટ્રકે દેવરાજની બાઇકને ટક્કર મારી હતી
સમાચાર અનુસાર, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે દેવરાજ તેના મિત્ર સાથે બાઇક પર જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની બાઇકને વધુ સ્પીડે જઈ રહેલા ટ્રકે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતમાં દેવરાજનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
યુટ્યુબ પર લાખો લોકો દેવરાજને ફોલો કરે છે
View this post on Instagram
દેવરાજ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતો હતો. યુટ્યુબ પર પણ દેવરાજના લાખો સબસ્ક્રાઈબર્સ છે. જ્યાં તે લોકોને હસાવવા માટે મોટાભાગે કોમેડી વીડિયો બનાવતો હતો. દેવરાજના નિધનથી તેના ચાહકો આઘાતમાં છે. ઈન્ટરનેટ પર પણ દરેક વ્યક્તિ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
View this post on Instagram
દેવરાજે મૃત્યુ પહેલા જ આ વીડિયો બનાવ્યો હતો
જણાવી દઈએ કે દેવરાજ મહાસમુંદ જિલ્લાનો રહેવાસી હતો. જે તેના 'ભાઈ દિલ સે બુરા લગતા હૈ' વીડિયો માટે ફેમસ હતો. આ વીડિયો વાયરલ થયા બાદ રાજ્યના સીએમ ભૂપેશ બઘેલ પણ દેવરાજને મળ્યા હતા. તેના મૃત્યુ પહેલા પણ દેવરાજે તેની ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો મૃત્યુના લગભગ ચાર કલાક પહેલાનો છે. જેમાં તે પોતાના ફેન્સને બાય કહેતો જોવા મળ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)