શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બોલીવુડની ટોચની હોટ એક્ટ્રેસની જૂની મેનેજર પાસેથી 200 કિલો ડ્રગ્સ મળતાં ધરપકડ, જાણો બીજા કોણ કોણ થયા જેલભેગા ?
તેની સાથે એનસીબીએ બ્રિટિશ કારોબારી કરણ સજદાનીની પણ ધરપકડ કરી છે. બંને બહેનો તેમને ડ્રગ્સ કારોબારમાં મદદ કરતી હોવાનું કહેવાય છે. બાંદ્રામાં થયેલા આ કાર્યવાહીમાં 200 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું.
મુંબઈઃ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ અભિનેત્રી દીયા મિર્ઝાના પૂર્વ મેનેજર અને તેની બહેનને ધરપકડ કરી છે. તેની પાસેથી ગાંજો મળી આવ્યો છે. ધરપકડ કરવામાં આવેલી દીયાની પૂર્વ મેનેજરનું નામ રાહિલા ફર્નીચરવાલા છે અને તેની બહેન શાઈસ્તા ફર્નીચરવાલા છે. તેમનું કનેકશન સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
બ્રિટિશ કારોબારીની પણ ધરપકડ
તેની સાથે એનસીબીએ બ્રિટિશ કારોબારી કરણ સજદાનીની પણ ધરપકડ કરી છે. બંને બહેનો તેમને ડ્રગ્સ કારોબારમાં મદદ કરતી હોવાનું કહેવાય છે. બાંદ્રામાં થયેલા આ કાર્યવાહીમાં 200 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું.
રિપોર્ટ પ્રમાણે, પ્રતિબંધિત ડ્રગ્સ કરણ સજદાનીએ પેક કરાવ્યું હતું અને તે મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ ક્લાયન્ટ્સને મોકલવાનો હતો. કરણ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલો છે અને તે અનુજ કેસવાનીનો સપ્લાયર છે. NCBએ પહેલાં જ અનુજની ધરપકડ કરી લીધી છે.
આ કેસમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, અર્જુન રામપાલ સહિતના સેલેબ્સની પૂછપરછ થઈ હતી. 30થી વધુ ડ્રગ્સ પેડલર અરેસ્ટ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion