શોધખોળ કરો
‘તારક મેહતા કા ઉલ્ટા.....’માં વાપસી કરશે દિશા વાકાણી? આ એક્ટરે કર્યો મોટો ખુલાસો
મુંબઈઃ સોની સબ ટીવીની જાણીતી સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સ ઘણાં દિવસથી અભિનેત્રી દિશા વાકાણી એટલે કે દયાબેનની વાપસીની રાહ જોઈ રહ્યા છે. પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન દિશા ઓક્ટોબર 2017માં મેટરનિટી લીવ પર ગઈ હતી. 30 નવેમ્બર, 2017ના રોજ દીકરીને જન્મ આપ્યાના થોડા મહિના બાદ એવી આશા હતી કે દિશા સીરિયલમાં વાપસી કરશે. પરંતુ અભિનેત્રી શૂટિંગ કરવા માટે તૈયાર ન થઈ, કારણ કે માર્ચ 2018 સુધી તે પોતાની દીકરી પર ધ્યાન કેન્દ્રિત કરવા માગતી હતી.
જોકે દિશા વાકાણીના પતિ મયૂર પડિયા અને શોના પ્રોડ્યુસર આસિત મોદી વચ્ચે ખાસ્સુ ઘર્ષણ ચાલતુ હતું અને દિશા વાકાણીની વાપસીની સંભાવના લગભગ ખત્મ થઈ ગઈ હતી. જોકે હવે લાગે છે કે દિશા વાકાણીએ ફાઈનલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના પ્રોડ્યુસર આસિત મોદી સાથે સમાધાન કરવાનું નક્કી કરી લીધુ છે.
તાજેતરમાં જ એક એવોર્ડ શોમાં તારક મહેતાનો રોલ ભજવતા કલાકાર શૈલેષ લોઢાએ પિંકવિલા વેબસાઈટને ઈશારામાં જણાવ્યું કે દયાબેન શોમાં પાછા ફરી શકે છે. તેણે કહ્યું કે, “આવશે, આવશે, દયાબેન ચોક્કસ આવશે. ધીરજના ફળ મીઠા હોય છે, ધીરજના ફળ દયાબેન હોય છે.” આમ કન્ફર્મ થઈ ગયુ છે કે દિશા વાકાણી શોમાં ટૂંક જ સમયમાં પાછી ફરવાની તૈયારી કરી રહી છે.
નોંધનીય છે કે, શોના પ્રોડ્યુસર્સે ઘણો લાંબો સમય દિશા વાકાણીની રાહ જોઈને બે જ દિવસ પહેલા તેને 30 દિવસનો નોટિસ પિરિયડ આપ્યો હતો. તેમણે દિશાને કડક શબ્દોમાં જણાવી દીધું હતું કે જો તે 30 દિવસની અંદર અંદર સેટ પર હાજર નહિ થાય તો તેને શોમાં રિપ્લેસ કરી દેવામાં આવશે. લાગે છે આ ધમકીની ખરેખર દયાબેન પર અસર પડી છે અને તે શોમાં પાછી ફરવા તૈયાર થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement