બોલિવૂડના સિરિયલ કિસરનું આલિયા ભટ્ટ સાથે છે ખાસ કનેકશન, જાણો શું છે સમગ્ર કિસ્સો
બોલિવૂડના સીરિયલ કિસર એટલે કે ઇમરાન હાશમી અને ગંગૂબાઇ કાઠિયાવાડી એકટ્રેસ આલિયા ભટ્ટનું ખાસ કનેકશન છે. આ કનેકશન જાણીને આપ પણ દંગ રહી જશો.
બોલિવૂડના સીરિયલ કિસર એટલે કે ઇમરાન હાશમી અને ગંગૂબાઇ કાઠિયાવાડી એકટ્રેસ આલિયા ભટ્ટનું ખાસ કનેકશન છે. આ કનેકશન જાણીને આપ પણ દંગ રહી જશો.
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની સફળતા બાદથી સતત ચર્ચામાં છે. આલિયા તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. એક્ટ્રેસની લવ લાઈફથી લઈને તેના કો-એક્ટર્સ સાથે બોન્ડિંગ સુધીની ચર્ચા સોશિયલ મીડિયા પર થતી રહે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આલિયા ભટ્ટ અને બોલિવૂડ સીરિયલ કિસર ઈમરાન હાશ્મી વચ્ચે ખાસ સંબંધ છે. બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી અને આલિયા ભટ્ટ વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ છે. બંને પિતરાઈ ભાઈ-બહેન છે.
ઇમરાન હાશમી અને આલિયા ભટ્ટ ભાઇ-બહેન કેવી રીતે?
View this post on Instagram
ઈમરાન હાશ્મીના પિતા એટલે કે અનવર હાશ્મી અભિનેત્રી પૂર્ણિમા દાસ વર્મા (અસલ નામ મેહરાબાનો અલી)ના પુત્ર છે. પૂર્ણિમા દાસની બહેન શિરીન મોહમ્મદ ફિલ્મ નિર્દેશક મહેશ અને મુકેશ ભટ્ટની માતા છે. સરળ શબ્દોમાં કહીએ તો, ઈમરાન હાશ્મીની દાદી અને આલિયા ભટ્ટની દાદી બહેનો હતી. તે મુજબ, ઈમરાન હાશ્મી અને આલિયા ભટ્ટ પિતરાઈ ભાઈ-બહેન છે.
ઇમરાન હાશમીના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટરને બોલિવૂડમાં 18 વર્ષથી વધુ થઇ ગયા. ફિલ્મ મર્ડર, ગેંગસ્ટર, જન્નત, જેવી ફિલ્મથી સિરિયલ કિસરની ઓળખ બનાવનાર ઇમરાન હાશમીએ લોકોનું ખૂબ મનોરંજન કર્યું છે.જો કે હવે એક્ટરે કિસરની છાપને પાછળ છોડીને સસ્પેન્સ થ્રિલર ફિલ્મમાં કામ કરી રહ્યો છે.
આલિયા ભટ્ટના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી રિલીઝ થઇ. આ ફિલ્મ બાદ પણ તેને બકેટમાં હજુ મોટા બજેટની અનેક ફિલ્મો છે. માર્ચ 2022માં જ એક્ટ્રેસે ફિલ્મ આરઆરઆર પણ રિલિઝ થવા જઇ રહી છે. 2022માં બ્રહ્માસ્ત્ર પણ રીલિઝ થશે