મુંબઈ: ફિલ્મ નિર્માતા પ્રેરણા અરોરા એકવાર ફરી મુશ્કેલીમાં ફસાઇ ગઈ છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે છેતરપીંડીના કેસમાં શનિવારે તેની ધરપકડ કરી છે. પ્રેરણા પર 16 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. પ્રેરણા ક્રિ અર્ઝ એન્ટરટેઇન્મેન્ટ પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલી છે. આ પ્રોડક્સ હાઉસે રુસ્તમ, ટોઇલેટ, પેડમેન અને પરી જેવી ફિલ્મો પ્રોડ્યૂઝ કરી છે.
2/4
ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર વાસુ ભગનાનીએ પ્રેરણા અને ક્રિઅર્જ એન્ટરટેઇન્મેન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તેણે કેદારનાથના રાઇડ્સ રોની સ્ક્રુવાલાને વેચી દીધાં હતા. ગેરકાયદે રાઇટ્સ વેચવાથી તેને 16 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
3/4
ભગનાનીએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. તેણે કહ્યું હતું કે પોલીસ તેની ફરિયાદને ગંભીરતાથી નથી લઇ રહી, જેના બાદ કોર્ટે મુંબઈ પોલીસ કમિશ્નરને નોટિસ મોકલાવી હતી. ભગનાનીએ માંગ કરી હતી કે કોર્ટ મુંબઈ પોલીસ કમિશ્નર અને આર્થિક અપરાધ શાખાની સંયુક્ત પોલીસે કમિશ્નરને આ મામલે એફઆઇઆર દાખલ કરવાના આદેશ આપે.
4/4
ભગનાનીએ પ્રેરણા અરોરા સિવાય પ્રતિમા અરોરા અને અર્જૂન કપૂર વિરુદ્ધ પણ મુંબઈની આર્થિક અપરાધ શાખામાં એફઆઇઆર નોંધાવી હતી.