શોધખોળ કરો
Advertisement
Box Office: 'સાહો'એ પ્રથમ દિવસે કરી 100 કરોડની કમાણી, છતા 'બાહુબલી2'નો રેકોર્ડ ન તોડી શકી,જાણો
પ્રભાસની ફિલ્મ સાહોને હિંદીમાં તો શાનદાર પ્રદર્શન કર્યું છે સાથે જ ફિલ્મે ઓવરસીઝ અને ભારતમાં સાઉથમાં સારૂ પ્રદર્શન કર્યું છે. ફિલ્મના પ્રથમ દિવસની ગ્રોસ કલેક્શને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
મુંબઈ: પ્રભાસની ફિલ્મ સાહોને હિંદીમાં તો શાનદાર પ્રદર્શન કર્યું છે સાથે જ ફિલ્મે ઓવરસીઝ અને ભારતમાં સાઉથમાં સારૂ પ્રદર્શન કર્યું છે. ફિલ્મના પ્રથમ દિવસની ગ્રોસ કલેક્શને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વીટના માધ્યમથી ફિલ્મના ગ્રોસ કલેક્શનની જાણકારી આપી છે.
રમેશ બાલાએ ટ્વીટ કરીને જણાવ્યું કે ફિલ્મે ગ્રોસ 100 કરોડની કમાણી કરી છે. ફિલ્મે ભારતમાં કુલ 68 કરોડની કમાણી કરી છે. હિંદી ભાષામાં રિલીઝ કરેલી ફિલ્મે 24 કરોડની કમાણી કરી છે, જ્યારે અન્ય ભાષાઓમાં ફિલ્મે 44 કરોડની કમાણી કરી છે. આ હિસાબથી ફિલ્મે કુલ 68.01 કરોડની કમાણી કરી છે. ફિલ્મના ગ્રોસ કલેક્શનની વાત કરવામાં આવે તો ફિલ્મે 104.8 કરોડની કમાણી કરી છે. પહેલા આશા હતી કે આ ફિલ્મ પ્રભાસની પોતાની ફિલ્મ બાહુબલી 2નો કમાણીનો રેકોર્ડ તોડશે. પરંતુ પ્રભાસ પોતાની ફિલ્મનો રેકોર્ડ ન તોડી શક્યો. વર્ષ 2017માં આવેલી ફિલ્મ બાહુબલી 2એ તમામ ભાષાઓમાં ગ્રોસ 121 કરોડની કમાણી કરી હતી. હિંદુ ભાષાની વાત કરવામાં આવે તો ફિલ્મે 41 કરોડની કમાણી કરી હતી. પ્રભાસની સાહો બંને ક્ષેત્રમાં બાહુબલીનો રેકોર્ડ તોડવામાં નિષ્ફળ રહી છે.#Saaho huge Day 1..
Gross Figures: Nizam 14.1 AP 42.2 Karnataka 13.9 Tamilnadu 3.8 Kerala 1.2 Hindi Markets 29.6 Total India Gross 104.8 Cr Total India Share 68.1 Cr — Ramesh Bala (@rameshlaus) August 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement