શોધખોળ કરો
સલમાન ખાને શેર કર્યો સૂરજ પંચોલીની ફિલ્મ 'હવા સિંહ'નો ફર્સ્ટ લુક
સલમાન ખાને હવા સિંહની બાયોપિકના ફર્સ્ટ લુક શેર કર્યો છે.

મુંબઈ: બોલીવૂડમાં હાલ બાયોપિક ફિલ્મો ખૂબ ચાલી રહી છે. ખાસ કરીને સ્પોર્ટ્સ ફિલ્મો ખૂબ બની રહી છે. આદિત્ય પંચોલીના દિકરી સૂરજ પંચોલીએ એક નવી સ્પોર્ટ્સ બાયોપિકની જાહેરાત કરી દીધી છે. બોક્સર હવા સિંહ પર આધારિત આ ફિલ્મની જાહેરાત સલમાન ખાને કરી છે. સલમાન ખાને હવા સિંહની બાયોપિકના ફર્સ્ટ લુક શેર કર્યો છે.
સલમાન ખાને ટ્વિટ કરી આ ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, 'હવા સે બાત કરેંગે સિંહ...હવા સિંહ.' ફિલ્મમાં સૂરજ પંચોલી ક્લાસિક લુકામં જોવા મળે છે. તેની બોડી પણ શાનદાર લાગી રહી છે. સલમાન ખાન આ પહેલા સૂરજ પંચોલીને લોંચ કરી ચૂક્યો છે. તેણે સૂરજ પંચોલોની પહેલી ફિલ્મ હિરોને પ્રોડ્યૂસ કરવાની કામ કર્યું હતું. જેમાં તેની સામે આથિયા શેટ્ટીએ બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. હવા સિંહનો જન્મ 1937માં થયો હતો અને મૃત્યુ 2000માં થયું હતું. સતત 11 વર્ષ સુધી તેઓ નેશનલ ચેમ્પિયનશિપ જીત્યા હતા. 1966 અને 1970માં તેઓએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.Hawa se baatein karega singh... #HawaSinghBiopic @Sooraj9pancholi pic.twitter.com/2zS0AQYs0n
— Salman Khan (@BeingSalmanKhan) February 4, 2020
વધુ વાંચો





















