બંનેની ઓફિશિય અનાઉન્સમેન્ટ બાદ બંને પર સોશિયલ મીડિયા પર શુભકામનાનો વરસાદ થઇ રહ્યો છે. એટલું જ નહીં દીપિકા અને રણવીક સિંહનું વિકિપીડિયા પણ અપડેટ થઇ ચૂક્યું છે.
3/7
રણવીર અને દીપિકાની પ્રથમ ફિલ્મ સંજય લીલા ભંસાલીની રામલીલા આવી હતી, જે 15 નવેમ્બરે રીલિઝ થઇ હતી, આથી લગ્નની તારીખ પણ 14 નવેમ્બર રાખવામાં આવી હતી. રામલીલા બાદ બંનેએ બાજીરાવ મસ્તાની, પદ્માવત જેવી આયકોનીક ફિલ્મમાં સાથે કામ કર્યું.
4/7
દીપિકા-રણવીર સિંહના લગ્નની તસવીરો સામે આવી છે, સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના એક વીડિયોમાં દીપિકા-રણવીર નવદંપત્તીના જોડામાં નજરે પડ્યાં હતા, તસવીરમાં દીપિકા સફેદ રંગના લગ્નના જોડામાં નજર આવી હતી.
5/7
જોકે, સૂરજ ઉગતા જ 13મી સદીમાં બનાવવામાં આવેલી Villa del Balbianello હોટલમાં લગ્ન કરવામાં આવી રહ્યાં છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, Villa del Balbianelloમાં મહેમાનો આવી ગયા છે. માનવામાં આવે છે કે 8-10 યૉટમાં 30-40 મહેમાનો આવ્યા છે.
6/7
ભારતીય સમય અનુસર બુધવારે બપોરે 2.30થી 5.30 વાગ્યા સુધીમાં કોંકણી વિધિથી લગ્ન થયા છે. રણવીર સિંહ સી-પ્લેનમાં બેસીને લગ્ન સ્થળે પહોચ્યો હતો. આપને જણાવી દઇએ કે લેક કોમો શહેરનું વાતાવરણ સારુ ન હોવાને કારણે અત્યાર સુધી વાતો હતી કે આ લગ્ન કાસ્ટા ડિવા રિસોર્ટ કે જ્યાં તમામ પરિવાર અને મિત્રોને ઉતારો આપવામાં આવ્યો છે ત્યાં લગ્ન કરવામાં આવશે.
7/7
નવી દિલ્હીઃ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની પ્રથમ તસવીર સામે આવી ગઈ છે. તસવીરમાં બન્ને સ્ટાર ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. દીપિકા અને રણવીરે બુધવારે ઈટલીના લેક કોમોના કિનારે આવેલ શાનદાર વિલા દેલ બલબિયાનેલોમાં લગ્ન કર્યા. આ દરમિયાન ત્યાં તેમના પરિવારના લોકો અને નજીકના મિત્રો હાજર રહ્યા. જે તસવીર સામે આવી છે તેમાં બન્ને લગ્નની વિધિ કરતાં જોવા મળી રહ્યાં છે.