તળેલું ફૂડ બન્યું પ્રેમમાં વિલેન, રકુલ પ્રિત સિંહે બ્રેકઅપનો કિસ્સો સોશિયલ મીડિયા પર કર્યો શેર
બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે તેના એક્સ બોયફ્રેન્ડ સાથેના બ્રેકઅપનું રસપ્રદ કારણ આપ્યું છે. તેણે કહ્યું કે, એક ઓઇલી ડિશના કારણે તેમનું બ્રેકઅપ થઇ ગયું.
બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટિવ છે. બોલિવૂડની 'યારિયાં'થી ફેમસ થયેલી રકુલે કન્નડ ફિલ્મ ગિલ્લીમાં પણ કામ કર્યું છે. ગયા વર્ષે ચર્ચામાં રહેલા ડ્રગ્સ કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. તેને નોટિસ પણ આપવામાં આવી હતી. અભિનેત્રી રકુલ પ્રીત સિંહ છેલ્લે અજય દેવગન સાથે ફિલ્મ રનવે 34માં જોવા મળી હતી. આ ફિલ્મ કંઈ ખાસ કમાન ન હતી કરી શકી. છત્રીવાલી સિવાય, તે આયુષ્માન ખુરાના સ્ટારર ડોક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે થેંક ગોડ અને અક્ષય કુમાર સાથે મિશન સિન્ડ્રેલા જેવી ફિલ્મોમાં જોવા મળી
હાલ અભિનેત્રીના બ્રેકઅપનો કિસ્સો ખૂબ ટ્રન્ડમાં છે ફિલ્મ સ્ટાર્સના કિસ્સામાં એવું કહેવાય છે કે સંબંધોનો કોઈ અર્થ નથી. પ્રેમમાં પડવું, બ્રેકઅપ થવું એ કોઈ મોટી વાત નથી. પરંતુ રકુલનું બ્રેકઅપ રસપ્રદ છે, કારણ કે તે એક પુરુષને ડેટ કરી રહી હતી. તેના પ્રેમને પ્રભાવિત કરવા, તે વ્યક્તિએ રકુલ માટે ખાવા-પીવાની વસ્તુઓનો ઓર્ડર આપ્યો. પરંતુ અહીં જ ભૂલ થઈ. તેણે રકુલ માટે તળેલું ખાવાનો ઓર્ડર આપ્યો. અભિનેત્રીને ખૂબ જ ગુસ્સો આવ્યો. અભિનેત્રીએ કહ્યું કે તેણે તે જ ક્ષણે તેમની સાથે બ્રેકઅપ કરી દીધું.
અભિનેત્રીએ હોસ્ટ રણવીર અલ્હાબાદિયા સાથેની મુલાકાતમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે તેયુવક તળેલા ખોરાકનો ખૂબ શોખીન હતો. જેકી ભગનાનીને મળ્યા પહેલા આ વાત હતી. હું એક યુવકને ડેટ કરી રહ્યી હતી એકવાર ડેટ પર તેણે તળેલા ફૂડનો ઓર્ડર કર્યો. અભિનેત્રીએ કહ્યું કે હું તળેલું આવું અનહેલ્ધી ફૂડ ખાનારને કેવી રીતે પેમ કરી શકું તેથી જ મને ગુસ્સો આવ્યો. લોકો પાસે તેમની પોતાની ફૂડ પસંદગીઓ છે, પરંતુ તેમણે મેં મંગાવેલા ફૂડને ખરાબ નજરે જોયું અને મને પણ તેમની મંગાવેલી ડિશ ખાવા કહ્યું . જો કે સંબંધમાં રહેલા લોકો ફૂડ અને લાઇફસ્ટાઇલ વિશે શરૂઆતમાં કંઇ ડિસકસ કરતા નથી પરંતુ મારા માટે તે મીનિંગલેસ છે. મેં મારા મિત્રોને ભારતીય અને ચાઈનીઝ ફૂડ પર લડતા જોયા છે. મને આ બધું ગમતું નથી. તેથી મેં તેની સાથે છેડો ફાડી દીધો.
આ પહેલા અભિનેત્રી સેક્સ એજ્યુકેશન પર વાત કરીને ચર્ચામાં આવી હતી. એક્ટ્રેસ કહ્યું હતું કે,” કેટલાક લોકોનું માનવું છે કે બાળકોને શાળા સ્તરે જ સેક્સ એજ્યુકેશન આપવું જોઈએ, જ્યારે કેટલાક લોકો તેનો વિરોધ પણ કરે છે. કેટલાક દેશોમાં, લૈંગિક શિક્ષણ ફક્ત શાળા સ્તરે જ આપવામાં આવે છે. પરંતુ ભારતમાં લોકો આ વિશે વાત કરતા પણ ખચકાય છે. આ જ કારણ છે કે લોકોનો એક મોટો વર્ગ માને છે કે , કિશોરોમાં સેક્સને લઈને ખોટી માન્યતાઓ વધી રહી છે. તેથી સેક્સુઅલ ઇન્ટરકોર્સ વિશે ખુલ્લીને વાત કરવી જોઈએ.