વધુમાં તેણે જણાવ્યું કે તે અને તેના પતિ અત્યારે પેરેન્ટ્સની જવાબદારીઓ શીખી રહ્યા છે. ગુલ પનાગ પ્રેગ્નેન્સી બાદ પોતાના ફિટનેસ રૂટીનમાં પરત ફરી છે. તેનું કહેવું છે કે નિહાલ સમયથી પહેલા જન્મ્યો હતો તેથી તેનું વજન વધારે નથી વધ્યું.
2/4
ગુલ કહે છે કે, માતા-પિતા બનવું ખરેખર ખાસ અનુભવ હોય છે અને આ માટે અમે જાહેત કરવા નથી ઇચ્છતા. અમારી ફેમિલી અને ક્લોઝ ફ્રેન્ડ્ઝને નિહાલ વિશે ખબર હતી પરંતુ અમે તેને સોશિયલ મીડિયા અને મીડિયાથી દૂર રાખ્યો હતો. મને નિહાલની સ્માઇલ પસંદ છે.
3/4
મીડિયાને ગુલ પનાગે જણાવ્યું કે, તેણે છ મહિના પહેલા જ દીકાર નિહાલને જન્મ આપ્યો છે. ગુલે કહ્યું કે, તેના આ બાળકનો પ્રીમેચ્યોર જન્મ થયો હતો. ગુલે કહ્યું કે, ગુલ અનુસાર મેં અને મારા પતિ ઋષિએ હંમેશા અમારી પ્રાઈવેસીનું ધ્યાન રાખ્યું છે.
4/4
મુંબઈઃ એક્ટ્રેસ, પૂર્વ મિસ ઇન્ડિયા અને આમ આદમી પાર્ટીની નેતા ગુલ પનાગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગુલ પનાગે જણાવ્યું કે, છ મહિના પહેલા તેણે દીકારને જન્મ આપ્યો હતો. ગુલ પનાગ 39 વર્ષની ઉંમરે માતા બની છે. ગુલ અનુસાર તેની પ્રેગ્નેન્સીની જાણ માત્ર તેના ઘરવાળા અને નજીકના સંબંધીઓને જ હતી. ગુલ પનાગે વર્ષ 2011માં પોતાના બાળપણના મિત્ર ઋષિ અટારી સાથે લગ્ન કર્યા હતા.