શોધખોળ કરો
ટાઈગર શ્રોફને આ નવી હોટ હીરોઈન સાથે અફેર થતાં દિશા પટણી કરશે બ્રેક-અપ, જાણ વિગત
1/4

મુંબઇઃ બોલિવૂડમાં એક્ટર ટાઇગર શ્રોફ અને દિશા પટણી હોટ કપલના રૂપમાં જાણીતા છે. પરંતુ એક રિપોર્ટ્સ પ્રમાણે, ટાઇગર શ્રોફ અને દિશા પટણી વચ્ચે બ્રેકઅપ થઇ ગયુ છે અને બંન્ને અલગ થવા જઇ રહ્યા છે. આ બંન્ને કપલ ઘણા સમયથી રિલેશનશીપમાં હતા. ટાઇગર અને દિશા અનેકવાર ડિનર ડેટ પર સાથે દેખાઇ ચૂક્યા છે. પરંતુ બંન્નેએ ક્યારેય પણ મીડિયા સામે પોતાના રિલેશનને લઇને સ્વીકાર કર્યો નથી.
2/4

રિપોર્ટ્સ પ્રમાણે, તારા અને ટાઇગરની મિત્રતા દિશા પટણીને બિલકુલ પસંદ આવી રહી નથી જેને કારણે ટાઇગર અને દિશા અલગ થવા જઇ રહ્યા છે. નોંધનીય છે કે આ વર્ષે બાગી-2માં ટાઇગર અને દિશાએ સાથે કામ કર્યું હતું. ઓનસ્ક્રીન પણ બંન્નેની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી.
Published at : 17 Sep 2018 09:27 AM (IST)
View More





















