શોધખોળ કરો
Advertisement
ઈન્ડિયન આઈડલના નવા જજ હશે હિમેશ રેશમિયા, અનુ મલિકની જગ્યાએ કરવામાં આવ્યો રિપ્લેસ
બોલીવૂડ સિંગર હિમેશ રેશમિયા ઈન્ડિયલ આઈડલમાં જજ તરીકે જોવા મળશે. અનુ મલિક પર સતત મીટૂના આરોપ લાગી રહ્યા છે ત્યારે તેમણે ત્રણ અઠવાડિયાનો બ્રેક લઈ રહ્યા છે.
મુંબઈ : બોલીવૂડ સિંગર હિમેશ રેશમિયા ઈન્ડિયલ આઈડલમાં જજ તરીકે જોવા મળશે. અનુ મલિક પર સતત મીટૂના આરોપ લાગી રહ્યા છે ત્યારે તેમણે ત્રણ અઠવાડિયાનો બ્રેક લઈ રહ્યા છે. હિમેશ રેશમિયાએ ઈન્ડિયન આઈડલને જોઈન કરવા પર પ્રતિક્રિયા આપી છે. હિમેશે કહ્યું કે તેઓ સતત આ શો જોઈ રહ્યા છે. એટલે તેઓ પ્રતિસ્પર્ધીઓને જાણે છે. એવામાં વચ્ચેથી શો જોઈન કરવાની તેમને કોઈ સમસ્યા નથી.
હિમેશને પુછવામાં આવ્યું કે શું તેઓ માત્ર 3 અઠવાડિયા આ શોનો ભાગ રહેશે, ત્યારે હિમેશે કહ્યું તેઓ પોતાની તારીખો જોઈ રહ્યા છે. તેમને લાગ્યું કહ્યું છે કે તેઓ શોના અંત સુધીમાં તેનો ભાગ રહેશે.
અનુ મલિકની સામે સોના મોહપાત્રા અને નેહા ભસીને મોરચો ખોલ્યો હતો. બંને ગાયિકાઓએ અનુ મલિક પર શોષણનો આરોપ લગાવતા કહ્યું હતું કે તેમને ઈન્ડિયન આઈડલના જજની ખુરશી પર બેસવાનો કોઈ હક નથી. જે બાદ અનુ મલિકે એક ઓપન લેટર લખીને પોતાનો પક્ષ રાખ્યો હતો અને તપાસની વાત પણ કહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion