'Marriage, Marriage, Marriage' - લગ્નના કાર્ડ પર 'KGF 2'નો આ ડાયલોગ થયો વાયરલ, જાણો શું છે સમગ્ર મામલો
સોશિયલ મીડિયા પર એક લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 'KGF 2' ના એક ચાહકે તે કાર્ડ તેના લગ્ન માટે પ્રિન્ટ કરાવ્યું છે.
'Violence, Violence, Violence...I Don’t Like It. I Avoid! But...Violence Likes Me, I Can’t Avoid!' તેનો અર્થ છે 'હિંસા...હિંસા..હિંસા.. મને તે ગમતી નથી. હું તેને અવગણું છું! પણ... હિંસા મને પ્રેમ કરે છે અને હું તેને અવગણી શકતો નથી'. સુપરસ્ટાર યશની હાલમાં જ રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'KGF 2'નો આ ડાયલોગ છે, જે હાલમાં ખૂબ જ ચર્ચામાં છે.
જો તમે 'KGF 2' જોઈ હોય તો તમે આ ડાયલોગનો સ્વેગ સમજી જ ગયા હશો અને જો તમે ના જોયો હોય તો તમને જણાવી દઈએ કે યશ એટલે કે રોકી ભાઈ આ ડાયલોગ બોલે છે જ્યારે તે અધીરાની સામે ખડકની જેમ ઉભો રહે છે અને ગોળીઓ ચલાવે છે. તેના પર હવે તમે વિચારતા હશો કે આખી ફિલ્મની સફળતા વચ્ચે આપણે ફક્ત ડાયલોગ્સની જ વાત કેમ કરીએ છીએ? તો તેની પાછળ એક કારણ છે. તેનું કારણ શું છે તે અમે તમને જણાવીશું.
ખરેખર, સોશિયલ મીડિયા પર એક લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 'KGF 2' ના એક ચાહકે તે કાર્ડ તેના લગ્ન માટે પ્રિન્ટ કરાવ્યું છે, જો કે અમે આનો દાવો કરતા નથી. પરંતુ સોશિયલ મીડિયા પર આ કાર્ડની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે અને ચર્ચાનું કારણ તેના પર લખાયેલું એક ખાસ કેપ્શન છે, જેને વાંચીને લોકો હસી રહ્યા છે.
આ વેડિંગ કાર્ડ પર વર-કન્યાનું નામ લખેલું છે. લગ્નનો સમય અને સ્થળ લખેલું છે. આ સાથે 'KGF 2' ના ડાયલોગની સ્ટાઈલમાં એક કેપ્શન લખવામાં આવ્યું છે જે એકદમ ફની છે. કાર્ડ પર લખ્યું છે, 'Marriage... Marriage...Marriage. I dont Like it, I avoid, but my relatives like Marriage i can't avoid.' તેનો અર્થ થાય છે 'લગ્ન...લગ્ન...લગ્ન. મને ગમતાં નથી, હું ણવગણું છું.... પણ મારા સંબંધીઓને લગ્ન ગમે છે. હું તે અવગણી શકતો નથી. આ લગ્નનું કાર્ડ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
View this post on Instagram