Sonakshi Sinha New Post:હમણાં હમણાં જ મેં એક બાળક ડિલિવર કર્યું, આ નિવેદન આપી સોનાક્ષીએ સૌને ચોંકાવી દીધા
Sonakshi Sinha New Post: સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે એક પોસ્ટ શેર કરી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

Sonakshi Sinha New Post: સોનાક્ષી સિન્હા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. તેણે મુસ્લિમ અભિનેતા ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે. સોનાક્ષી અને ઝહીર તેમના લગ્ન જીવનને ખૂબ જ સારી રીતે માણી રહ્યા છે. લગ્ન બાદ સોનાક્ષી પ્રેગ્નન્ટ હોવાના અનેક અહેવાલો સામે આવ્યા છે. જો કે, અભિનેત્રીએ આ અહેવાલોને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યા હતા.
સોનાક્ષી સિન્હાની આ પોસ્ટ વાયરલ
હવે સોનાક્ષીએ એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે બાળક સાથે સંબંધિત એક કેપ્શન લખ્યું છે. તેણે લખ્યું- 'મેં હમણાં જ મારા બીજા બાળકને જન્મ આપ્યો'. આ એક પ્રમોશન પોસ્ટ છે. આમાં સોનાક્ષી પોસ્ટપાર્ટમ કેર બ્રાન્ડને પ્રમોટ કરતી જોવા મળે છે. પ્રમોશન દરમિયાન સોનાક્ષીએ માતૃત્વ વિશે પણ વાત કરી હતી.
View this post on Instagram
નોંધનિય છે કે, સોનાક્ષી સિંહાએ લવ મેરેજ કર્યા છે. તેણે જૂન 2024માં ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. સોનાક્ષીએ પોતાના લગ્નને ખૂબ જ ખાનગી રાખ્યા હતા. તેણે પોતાના ઘરે જ લગ્નની નોંધણી કરાવી હતી. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. સોનાક્ષીએ વ્હાઇટ કલરની સાડી પહેરી હતી. લગ્ન બાદ તેણે ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. આ રિસેપ્શનમાં ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી.
લગ્ન બાદ સોનાક્ષી ઘણી વખત હનીમૂન પર ગઈ છે. તે ઝહીર ઈકબાલ સાથે સુખી લગ્નજીવન માણી રહી છે.
આ સિરીઝમાં સોનાક્ષી સિન્હા જોવા મળી હતી
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનાક્ષી સિંહા સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડીમાં જોવા મળી હતી. આ સિરીઝમાં તે ફરીદાનના રોલમાં હતી. સોનાક્ષીના રોલ અને એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેણે Kakuda નામની ફિલ્મ પણ કરી હતી. હવે અભિનેત્રીના હાથમાં 2025 નામની ફિલ્મ છે. ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનમાં છે.





















