સ્વરાએ આગળ કહ્યું કે, મને લાગતું હતું કે ડાયરેક્ટર કદાચ મૂર્ખામી કરી રહ્યો છે પરંતુ બાદમાં મને અનુભવ થયો કે તે ખૂબ જ ખતરનાક હતો અને મારું શોષણ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હું તેનું વર્તન ન ઓળખી શકી કારણ કે અમારા સમાજમાં યુવતીઓને પુરુષોના ખરાબ વર્તન વિશે શીખવાડવામાં નથી આવતું. મારું માનવું છે કે યુવતીઓને જાતીય શોષણ સાથે જોડાયેલ વર્તનને કેવી રીતે ઓળખવું તેનું શિક્ષણ આપવું જોઈએ જેથી તે પોતાની સાથે થનાર કોઈપણ ખોટા અવાજ વિરૂદ્ધ લડી શકે.
2/3
સ્વરાએ કહ્યું કે, ડાયરેક્ટર દિવસ દરમિયાન મારી સાથે વાતો કરતો રહ્યો અને રાત્રે મને ફોન કરવા કહ્યું. મને કહેવામાં આવ્યું કે, મારે સીન વિશે વાતચીત કરવા માટે હોટલના રુમમાં જવાનું છે. ત્યાં જોયું તે ડાયરેક્ટર દારૂના નશામાં હતો. એક દિવસે રાત્રે કે લવ સેક્સની વાતો કરવા લાગ્યો અને મારા રુમમાં આવીને મને આલિંગ કરવા માટે કહ્યું.
3/3
નવી દિલ્હીઃ મી ટૂ મૂવમેન્ટથી લઈને સંવેદનશીલ મુદ્દા પર આગળ રહેનારી એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે હાલમાં જ ચોંકાવનારો ખુલાસો રક્યો છે. સ્વરાએ કહ્યું કે, એક ડાયરેક્ટરે વર્કપ્લેસ પર તેનું જાતીય શોષણ કર્યું હતું, જોકે તે સમયે તે તેને સમજી શકી ન હતી. તેણે કહ્યું, જ્યારે મેં એક મહિલાને પોતાનો અનુભવ એક પેનલમાં શેર કરતાં સાંભલી ત્યારે મને અનુભવ થયો કે મારી સાથે જે થયું છે તે જાતીય શોષણ હતું. મને આ વાત સમજવામાં 6-8 વર્ષ લાગ્યા.