શોધખોળ કરો
કોલોન ઈન્ફેક્શનના કારણે કોકિલાબેન હોસ્પિટલના ICUમાં દાખલ છે ઈરફાન ખાન
ઈરફાનના આધિકારીક પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરી કહ્યું કે ઈરફાન હાલમાં ડૉક્ટરોની દેખરેખમાં આઈસીયૂમાં છે.
![કોલોન ઈન્ફેક્શનના કારણે કોકિલાબેન હોસ્પિટલના ICUમાં દાખલ છે ઈરફાન ખાન irrfan khan admitted in icu due to colon infection કોલોન ઈન્ફેક્શનના કારણે કોકિલાબેન હોસ્પિટલના ICUમાં દાખલ છે ઈરફાન ખાન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/29031029/irffan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાનને મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઈરફાનના આધિકારીક પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરી કહ્યું કે ઈરફાન હાલમાં ડૉક્ટરોની દેખરેખમાં આઈસીયૂમાં છે.
આધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યું, ઈરફાન ખાનને કોલોન ઈનફેક્શનના કારણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે દરેકને તેના વિશે અપડેટ આપતા રહેશું. તેઓ ડૉક્ટરોની દેખરેખમાં છે.
ઈરફાન ખાન વર્ષ 2018માં ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમરથી પીડિત હોવાનું સામે આવ્યું હતું. જેની સારવાર તેમણે લંડનમાં કરાવી હતી. લંડનથી આવ્યા બાદ ઈરફાન ઘણીવાર રૂટીન ચેકઅપ માટે કોકિલાબેન હોસ્પિટલમાં જતો હતા. જો કે હાલમાં હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ છે.
ઉલ્લેખનીય છે કે, ઇરફાન ખાનની માતા સઈદા બેગમનું હાલમાં જ રાજસ્થાનમાં નિધન થયું હતું પરંતુ લોકડાઉનના કારણે ઈરફાન પોતાની માતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યો નહોતો. આ સ્થિતિમાં તેણે વીડિયો કોલથી માતાના અંતિમ દર્શન કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)