ફિલ્મ ઓડ ટૂ માય ફાધરમાં 1950થી લઈને 2014 સુધીના સાયમને એક સામાન્ય નાગરિકની દૃષ્ટિએ મોટા પડદે રજૂ કરવામાં આવશે. ફિલ્મ ભારતમાં પણ કંઈક એવું જ બતાવવામાં આવશે, જેમાં સલમાન ખાનની ભૂમિકાના માધ્યમથી આઝાદી બાદથી લઈને અત્યાર સુધીનો સમય મોડા પડદે બતાવવામાં આવશે.
2/3
જેકી શ્રોફ સલમાન ખાનથી માત્ર 9 વર્ષ મોટા છે. એવામાં પડદા પર સલમાનના પિતાની ભૂમિમાં લોકો તેને કેટલા પસંદ કરે છે તે જોવાનું રહેશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આ ફિલ્મમાં પિતા અને પુત્રની વચ્ચે એક સુંદર કહાની બતાવવામાં આવી છે. તેને કારણે જ જેકી શ્રોફને જ્યારે આ ફિલ્મની કહાની વિશે જણાવવામાં આવ્યું તો તેમણે કહાની પસંદ કરતા આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી. હાલમાં મુંબઈમાં ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. અહેવાલ અનુસાર જેકી શ્રોફ સપ્ટેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.
3/3
નવી દિલ્હીઃ બ્રધર્સ ફિલ્મમાં અક્ષય કુમાર અને સિદ્ધાર્થ મલહોત્રાના પિતાની ભૂમિકા ભજવ્યા બાદ જેકી શ્રૌફ ભારત ફિલ્મમાં સલમાન ખાનના પિતાની ભૂમિકા ભજવતા જોવા મળસે. ભારત ફિલ્મ અલી અબ્બાસ જફરના ડાયરેક્શનમાં બની રહે છે. આ ફિલ્મની કહાની કોરિયન ફિલ્મ ઓડ ટૂ માઈ ફાદરની હિન્દી રીમેક હશે.