શોધખોળ કરો
જાહન્વીએ શ્રીદેવીને કહી હતી ખરાબ માતા, આ કારણે વાત કરવાનું પણ કરી દીધું હતું બંધ
જાહન્વી કપૂરના આજે જન્મ દિવસ છે. જાહન્વી કપૂર આજે 24 વર્ષની થઇ ગઇ. આમ તો જાહન્વી કપૂર અને શ્રીદેવીના અનેક કિસ્સા વારંવાર વાંચવા અને સાંભળવા મળે છે. જો કે એક કિસ્સાનો ખુદ શ્રીદેવીએ તેમના ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો. જાહન્વી કપૂરે તેમની માતા સાથે આ કારણે બોલવાનું બંધ કરી દીધું હતું.
![જાહન્વીએ શ્રીદેવીને કહી હતી ખરાબ માતા, આ કારણે વાત કરવાનું પણ કરી દીધું હતું બંધ Janhvi Kapoor told sridevi bad mother and stopped talking જાહન્વીએ શ્રીદેવીને કહી હતી ખરાબ માતા, આ કારણે વાત કરવાનું પણ કરી દીધું હતું બંધ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/06140103/1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જાહન્વી કપૂર આજે 24 વર્ષની થઇ ગઇ, જાહન્વી કપૂરનો આજે જન્મ દિવસ છે. તેનો જન્મ 6 માર્ચ 1997 મુંબઇમાં થયો હતો. જાહન્વી કપૂરએ વર્ષ 2018થી બોલિવૂડમાં ફિલ્મ ધડકથી ડેબ્યૂ કર્યું હતું. જાહન્વી કપૂરને બોલિવૂડમાં માત્ર 3 વર્ષ જ થયા છે. જાહન્વી કપૂર બહુ જલ્દી ફિલ્મ રૂહી, ગુડલક જૈરી, દોસ્તાના 2માં જોવા મળશે. આમ જાહન્વી કપૂર અને શ્રીદેવીના અનેક કિસ્સા વારંવાર વાંચવા અને સાંભળવા મળે છે. જો કે એક કિસ્સાનો ખુદ શ્રીદેવીએ તેમના ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો.
શ્રીદેવીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, જ્યારે જાહન્વી 6 વર્ષની હતી ત્યારે તેમણે સદમા ફિલ્મ કરી હતી. આ ફિલ્મ જોયા બાદ જાહન્વીએ શ્રીદેવી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું અને એટલું જ નહીં તેમણે શ્રીદેવીને ખરાબ માતા પણ કહી હતી.
આ ફિલ્મ જોયા બાદ જાહન્વી કપૂરે કહ્યું હતું કે, ‘આપને કમલા હસન સાથે બહુ ખરાબ કર્યું. આપે આવું ન હતું કરવું જોઇતું’ શ્રીદેવીએ કહ્યું હતું કે, ‘મને 6 વર્ષની જાહન્વીને સમજાવતા ત્રણ દિવસનો સમય લાગ્યો હતો કે, આ એક ફિલ્મ હતી અને તેમાં મારે માનસિક રીતે બીમાર યુવતીનો રોલ પ્લે કરવાનો હતો’
જાહન્વી બાળપણથી તેમની માને ફોલો કરે છે. જાહન્વી તેમની માતાના કહ્યાં મુજબ જ બધા નિર્ણય લેતી હતી. કઇ ફિલ્મથી ડેબ્યૂ કરવું તે મુદ્દે પણ શ્રીદેવીની સલાહ જ જાહન્વીએ લીધી હતી. જો કે દીકરીની ડેબ્યૂ ફિલ્મ જોતા પહેલા જ શ્રીદેવીએ દુનિયાને અલવિદા કહી દીધું. 24 ફેબ્રુઆરી 2018માં તેનું નિધન થઇ ગયું હતું.
![જાહન્વીએ શ્રીદેવીને કહી હતી ખરાબ માતા, આ કારણે વાત કરવાનું પણ કરી દીધું હતું બંધ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/06135944/5.jpg)
![જાહન્વીએ શ્રીદેવીને કહી હતી ખરાબ માતા, આ કારણે વાત કરવાનું પણ કરી દીધું હતું બંધ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/06135801/2.jpg)
![જાહન્વીએ શ્રીદેવીને કહી હતી ખરાબ માતા, આ કારણે વાત કરવાનું પણ કરી દીધું હતું બંધ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/06135901/3.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)