‘ધ કપિલ શર્મા’ શોની થર્ડ સિઝનમાં નહી જોવા મળે આ એક્ટ્રેસ, અભિનેત્રી Showમાંથી બહાર, વાયરલ થઇ ઇમોશનલ પોસ્ટ
કપિલ શર્મા શોની થર્ડ સિઝન શરૂ થવા જઇ રહી છે. કપિલે તેની પલટન સાથે ફોટો શેર કર્યો છે અને પ્રોમો પણ રિલીઝ થઇ ગયો છે પરંતુ તેમાંથી એક ચહેરો ગાયબ છે. જેને શોમાંથી દૂર કરી દેવાઇ છે.
‘ધ કપિલ શર્મા’ શો છેલ્લા કેટલાક વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. ફરી તેની પલટન સાથે આ શોની થર્ડ સિઝન શરૂ થવા જઇ રહી છે. આ શોને લઇને કપિલ શર્માએ ટવિટ કરતા એક ફોટો શેર કર્યો છે. ફોટો કેપ્શનમાં લખ્યું કે,પુરાને ચહેરે સાથ નઇ શરૂઆત’ ફોટોમાં કીકુ શારદા,ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક,ચંદન પ્રભાકર અને સુદેશ લહેરી જોવા મળે છે. જો કે તેમની ટીમનો એક ચહેરો ગાયબ છે.
આ શોની વાપસી સાથે ફરી શોમાં સુમોના ચક્રવર્તીને સ્થાન નથી મળ્યું. ‘ધ કપિલ શર્મા’ શોનો પ્રોમો પણ તૈયાર થઇ ગયો છે પ્રોમોમાંથી પણ સુમોના ચક્રવર્તી ગાયબ છે. કપિલના શોની થર્ડ સિઝનમાં સુમોનાને સ્થાન નથી મળ્યું.
શોની વાપસી સાથે સુમોનાને શોમાંથી દૂર કરાતા થોડા સમય પહેલા જ આ મુદ્દે સુમોનાએ સોશિયલ મીડિયા પર દર્દ વ્યક્ત કર્યું હતું. સુમોનાની આ ઇમોશનલ પોસ્ટ વાયરલ થઇ છે.
સુમોના ચક્રવર્તી ‘ધ કપિલ શર્મા’શોમાં કપિલ શર્માની પત્નીનું ભૂમિકા અદા કરી રહી હતી.સુમોના ચક્રવર્તીએ કપિલએ પોસ્ટ કરેલી તસવીરોને જોઇને આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ઇશારો ઇશારોમાં તેમની વ્યથા વ્યકત કરી છે. અભિનેત્રીએ ચારલોટ ફ્રિમેનનું પુસ્તક એવરી થિંગ યૂ વીલ એવર નીડ (Everything You'll Ever Need) કોટ શેર કર્યો હતો.
સુમોના ચક્રવર્તીએ કપિલએ લખ્યું કે, “ભલે તમે એ કામ માટે જીવ રેડી દો પરંતુ જો તે આપના માટે નહીં બન્યું હોય તો તે આપની પાસે નહીં ટકે, ભલે તે પછી સંબંધ હોય કે કોઇ કામ કે કોઇ વસ્તુ,બસ આપ માત્ર અફસોસ સાથે એ બધી જ વસ્તુથી દૂર થઇ જશો. વિચાર પણ આવે છે કે, આપને તો બહુ એનર્જી લગાવી હતી પરંતુ આટલું જ કરી શકતા હતા”
અભિનેત્રીએ લખ્યું, “આ ખૂબ જ ભયંકર અહેસાસ છે.આપ એ સ્થિતિથી દૂર હટી ગયા. જેમાં આપ હજુ વધુ સારી કરી શકતા હતા. બસ હવે આ બધું જ છોડીને અંદરના સાહસને જગાડો અને પાછળ ફરીને ન જુઓ અને નવી પ્રરેણા શોધો”