શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જાહ્નવીના શોર્ટ ડ્રેસ પર કોમેન્ટ કરવી કેટરીનાને ભારે પડી, આ એક્ટ્રેસે આપ્યો સણસણતો જવાબ
શોમાં કેટરીનાએ જાહ્નવી પર કોમેન્ટ કરતા કહ્યું હતુ કે, મને ચિંતા થાય છે જ્યારે જાહ્નવી ખૂબ નાના શોર્ટ્સ પહેરે છે. તે જીમમાં પણ આવે છે. અમે જીમમાં સાથે જ હોઇએ છીએ.
નવી દિલ્હીઃ ભારત એક્ટ્રેસ કેટરીના કૈફે શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરના શોર્ટ ડ્રેસ પર અજીબોગરીબ કોમેન્ટ કરી હતી. હાલમાં જ કેટરીનાએ નેહા ધૂમિયાના ચેટ શો 'BFFs With Vogue' માં ગેસ્ટ તરીકે આવી હતી. શોની હોસ્ટ નેહાએ કેટને તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ઘણાં સવાલ કર્યા. આ શોમાં નેહા અને કેટ ઉપરાંત Vogue ઇન્ડિયા મેગેઝીનની ફેશન ડાયરેક્ટર અનીતા શ્રોફ અદજાનિયા પણ હાજર હતી.
શોમાં કેટરીનાએ જાહ્નવી પર કોમેન્ટ કરતા કહ્યું હતુ કે, મને ચિંતા થાય છે જ્યારે જાહ્નવી ખૂબ નાના શોર્ટ્સ પહેરે છે. તે જીમમાં પણ આવે છે. અમે જીમમાં સાથે જ હોઇએ છીએ. હું તેના માટે ઘણી વખત ચિંતા કરું છું.
જોકે આ મામલે જાહ્નવીની બહેન સોનમ કપૂરે કેટરીનાને સણસણતો જવાબ આપ્યો છે. સોનમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી ઓપ્શનથી જાહ્નવીની તે તસવીર શેર કરી છે જેમા તેને શોર્ટ્સ પહેર્યા છે. સાથે જ લખ્યું છે કે જાહ્નવી રેગ્યુલર કપડા પણ પહેરે છે અને તેમા રૉક પણ કરે છે.
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ સોનમે વિવેક ઓબેરોયની એક કોમેન્ટને લઇને ટ્વીટ કર્યું હતું. જેના કારણે તે ચર્ચામાં હતી. વિવેકે એશ્વર્યા રાયને લઇને એક્ઝિટ પોલ 2019ને લઇને ટ્વીટ કર્યું હતું. જેને લઇને વિવેક ઓબેરોય સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થયો હતો. સાથે જ સોનમ કપૂરે વિવેકની આ વાતને ખૂબ ખરાબ ગણાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion