કેબીસી-10માં ભાગ લેવા માટે 6 જૂનથી 20 જૂન સુધી રજિસ્ટ્રેશન થયું હતું.
2/4
પ્રોમો વચ્ચે જ અમિતાભ બચ્ચનની એન્ટ્રી થાય છે. જે તેના સંઘર્ષને જણાવે છે. પ્રોમોમાં અમિતાભ બાળકના પિતાને પૂછે છે કે જો તમે આજે જીતી નહીં શકો તો શું કરશે. તેના જવાબમાં બાળકના પિતા કહે છે અમે હાર નહીં માનીએ.
3/4
પ્રોમો ઘણો ઈમોશનલ છે. પ્રોમોની શરૂઆતમાં એક પિતા તેના બાળકોને સારું શિક્ષણ અપાવવા માટે તનતોડ મહેનત કરે છે પરંતુ જ્યારે તેમના સપનામાં કંઈક અવરોધ આવવા લાગે ત્યારે કેબીસીનો સહારો લે છે તે દર્શાવાયું છે.
4/4
મુંબઈઃ અમિતાભ બચ્ચનના લોકપ્રિય ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ (KBC)’ની 10 સીઝન ટૂંક સમયમાં શરૂ થશે. સોની ટીવી દ્વારા 10મી સીઝનનો પ્રોમો પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે. 10મી સીઝનની ટેગલાઇન ‘કબ તક રોકોગે’ છે.