એનિવર્સરી પર કોહલીએ સ્પેશિયલ તસવીર શેર કરીને લખ્યું હતું કે, મારી સૌથી સારી મિત્ર, હમસફરને એનિવર્સરીની શુભકામના.
2/5
ડિસેમ્બર, 2017માં અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે ઈટાલીમાં લગ્ન કર્યા હતા.
3/5
મુંબઈઃ પરી, સંજૂ અને સુઈ-ધાગા જેવી ઉપરાછાપરી ત્રણ હિટ ફિલ્મો આપનારી બોલીવુડ એક્ટ્રેસ અને ટીમ ઈન્ડિયના કેપ્ટન વિરાટ કોહોલીની પત્ની અનુષ્કા શર્માએ પ્રેગ્નેન્સીને લઈ ચાલતી અટકળો માત્ર અફવા હોવાનું જણાવ્યું છે. તેણે કહ્યું કે, આ પ્રકારના અહેવાલ માત્ર હેડલાઇન બનાવવા માટે પબ્લિશ થાય છે. લગ્ન બાદ આ લોકોએ આ અંગે વિચારવું ઠીક નથી.
4/5
તેણે એમ પણ કહ્યું કે, લગ્ન બાદ તરત જ પ્રેગ્નેન્સીની અટકળો શરૂ થઈ જાય છે. ત્રણ ચાર મહિના બાદ તે ખોટા અહેવાલ હોવાની ખબર પડે ત્યારે વિચારે છે કે હવે બીજા અંગે અફવા ફેલાવીએ. આ બધી ન્યૂઝ બનાવવાની એક રીત જ હોય છે.
5/5
અનુષ્કા શર્માએ એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, મેં ખૂબ ઝડપથી લગ્ન કરી લીધા તેનો મતલબ એવો નથી કે બાળકો પણ જલ્દી થઈ જશે. જો તમે લગ્ન કરી લીધા છે તો તેને છુપાવી પણ શકો છો પરંતુ તમારા ગર્ભમાં બાળક ઉછરી રહ્યું હોય તો તેને છુપાવી શકાય નહીં.