શોધખોળ કરો
જાણીતી એક્ટ્રેસ અને તેના પતિ સહિત સમગ્ર પરિવારને થયો કોરોના, જાણો વિગત
કોરોના વાયરસની સંખ્યા સતત દેશમાં વધતી જઈ રહી છે. તેથી એકવાર ફરીથી અનેક રાજ્યોમાં સંપૂર્ણ રીતે લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે.

બાંગ્લા ફિલ્મોની એક્ટ્રેસ કોયલ મલ્લિક અને તેના પિતા તેમજ અભિનેતા રંજીત મલ્લિક કોવિડ-19 સંક્રમિત થયા છે. કોયલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે. તેણે કહ્યું કે, તેના ઉપરાંત તેના માતા-પિતા, પતિ નિશપાલ સિંહ ઉર્ફે રાણે પણ કોવિડ-19 પોઝિટિવ નીકળ્યા છે. આવામાં તમામ લોકોએ પોતાને ક્વોરેન્ટાઈન કરી દીધા છે. કોયલે પોસ્ટમાં લખ્યું કે, માતા, પિતા, રાણે અને હું કોવિડ-19 પોઝિટિવ છીએ. અમે બધા સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે. કોયલે તાજેતરમાં 5 મેના રોજ એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે કોયલની પોસ્ટ બાદ હવે બાંગલા ઈન્ડસ્ટ્રીમાં બધા લોકો તેને જલ્દી સાજા થવાની શુભેચ્છા મોકલી રહ્યાં છે. કોરોના વાયરસની સંખ્યા સતત દેશમાં વધતી જઈ રહી છે. તેથી એકવાર ફરીથી અનેક રાજ્યોમાં સંપૂર્ણ રીતે લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. કોયલ તેના શાનદાર અભિનયના કારણે જાણીતી છે, હાલમાં જ તેને પોતાની ફિલ્મ મિતિન માશી માટે બેસ્ટ એક્ટ્રેસ ક્રિટીક ચોયસ એવોર્ડ પણ મળ્યો હતો. તેણે 2003માં બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ટૂંક સમયમાં તેની ફિલ્મ મિતિન માશી 2 આવવાની છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
દેશ




















