Kriti Sanonએ કરાવી પ્લાસ્ટિક સર્જરી? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ એક્ટ્રેસની Then & Now તસવીર
બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર જોયા બાદ યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે અભિનેત્રીએ પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી છે.
![Kriti Sanonએ કરાવી પ્લાસ્ટિક સર્જરી? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ એક્ટ્રેસની Then & Now તસવીર Kriti Sanon's then and now pictures convince fans she's got a nose job, netizens love the transformation Kriti Sanonએ કરાવી પ્લાસ્ટિક સર્જરી? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ એક્ટ્રેસની Then & Now તસવીર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/20/1a7518ec0146ab0f6addc13133e64f00167929577245276_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kriti Sanon Nose job: શું બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનને પણ સુંદર દેખાવા માટે સર્જરીનો સહારો લીધો છે? બોલિવૂડમાં ઘણી સુંદર અભિનેત્રીઓ છે. કેટલીક અભિનેત્રીઓ એવી છે જેમની સુંદરતા કુદરતી છે. તો કેટલીક એવી પણ છે જેમણે તેમની સુંદરતા વધારવા માટે કોસ્મેટિક સર્જરી અથવા પ્લાસ્ટિક સર્જરીનો આશરો લીધો છે.
કૃતિ સેનનના થ્રોબેક ફોટા જોયા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીએ અનુષ્કા શર્મા અને પ્રિયંકા ચોપરાની જેમ પ્લાસ્ટિક અથવા કોસ્મેટિક સર્જરી પણ કરી છે.
View this post on Instagram
કૃતિની ત્યારની અને હવેની તસવીરો વાયરલ થઈ છે
બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનની પહેલાંની અને અત્યારની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર વાયરલ થઈ રહી છે. આ તસવીર જોયા બાદ નેટીઝન્સ અનુમાન લગાવી રહ્યા છે કે અભિનેત્રીએ તેના નાકની સર્જરી કરાવી છે. જૂની તસવીરોમાં અભિનેત્રીનું નાક થોડું મોટું અને ફુલેલું જોવા મળી રહ્યું છે. તે જ સમયે નવી તસવીરોમાં એવું લાગતું નથી.
યુઝર્સે આવી પ્રતિક્રિયા આપી
જોકે, નેટીઝન્સ કૃતિને ટ્રોલ નથી કરી રહ્યા પરંતુ તેના વખાણ કરી રહ્યા છે. એક reddit યુઝરે લખ્યું, "હા, એવું લાગે છે કે તેણીએ સર્જરી કરાવી છે. પરંતુ, તેણીએ જે પણ કર્યું, તે ખૂબ જ સારી રીતે કર્યું. તેણીને જોઈને તમે સમજી શકતા નથી કે તેણીએ શું સર્જરી કરાવી છે." અન્ય એક યૂઝરે લખ્યું, "જૂની તસવીરોમાં તેનું નાક મોટું અને સુજેલું લાગી રહ્યું છે, મને લાગે છે કે તેણે આ જ વસ્તુ માટે સર્જરી કરાવી છે." ત્રીજા યુઝરે લખ્યું, "તેના નાકની પહોળાઈ પહેલા કરતા ઘણી ઓછી લાગે છે. જે પણ કરવામાં આવ્યું છે તે ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું છે. આ રીતે પ્લાસ્ટિક સર્જરી કરાવવી જોઈએ."
આ પણ વાંચો: Malaika-Arjun: તો શું બીજા લગ્ન કરવા જઈ રહી છે મલાઈકા અરોરા?
Arjun Kapoor Malaika Arora Wedding: મલાઈકા અરોરા જ્યારે અરબાઝ ખાનથી અલગ થઈ ગઈ ત્યાર બાદ તેણે અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. અર્જુન અને મલાઈકા શરુઆતમાં પોતાના સંબંધોને લઈને ખૂબ જ શાંત અને ખાનગી રહેતા હતા. પરંતુ ધીરે ધીરે તેઓ બધાની સામે આવ્યા અને આજે તેમનો પ્રેમ કોઈનાથી છુપાયેલો નથી. અર્જુન અને મલાઈકાના લગ્નના સમાચાર અવારનવાર ઉડતા રહે છે, પરંતુ અત્યાર સુધી આ માત્ર અફવાઓ જ બહાર આવી છે. પરંતુ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન મલાઈકાએ તેના અને અર્જુનના લગ્નના પ્લાન વિશે ખુલીને વાત કરી હતી અને અભિનેતા સાથેના તેના સંબંધોને લઈને કેટલીક બાબતો પણ બધાની સામે મૂકી હતી.
બીજા લગ્ન કરવા જઈ રહી છે મલાઈકા અરોરા?
તમારી જાણકારી ખાતર કે મલાઈકા અરોરા તાજેતરમાં ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ 2023 માં જોવા મળી હતી જ્યાં તેણે તેના અંગત જીવન વિશે પણ ખુલીને વાત કરી હતી. મલાઈકાએ કહ્યું હતું કે, અત્યારે તેને લગ્ન કરવાની ઉતાવળ નથી અને તે આ ક્ષણે તેના વિશે ન તો વિચારી રહી છે કે ન તો વાત કરી રહી છે. મલાઈકા કહે છે કે, તે અને અર્જુન હાલમાં તેમના સંબંધોના પ્રી-હનીમૂન તબક્કાનો આનંદ માણી રહ્યા છે.
અભિનેત્રીએ અર્જુન અને તેના સંબંધો વિશે કહી આ વાત
આ કોન્ક્લેવ દરમિયાન મલાઈકાને પણ પૂછવામાં આવ્યું હતું કે, તેને અર્જુન કપૂર સાથે ડેટ કરવું અજુગતું નથી લાગતું જે તેના કરતા 12 વર્ષ નાના છે? તેના પર અભિનેત્રીએ કહ્યું- ' અદ્ભુત છે! જ્યારે મેં છૂટાછેડા લીધા ત્યારે બધાએ મને કહ્યું હતું કે, આ ટેગ મારી આખી જિંદગી મારી સાથે રહેશે. પછી હું ફરીથી પ્રેમમાં પડી અને તે વિશે પણ ઘણો જ હંગામો થયો. જ્યારે બધાને ખબર પડી કે, હું જેની સાથે પ્રેમમાં પડી છું તે મારા કરતા નાનો છે, તો લોકોએ કહ્યું કે, તમે બધું ગુમાવશો, આ લાંબુ નહીં ચાલે. પણ હું એટલું જ કહેવા માંગુ છું કે, પ્રેમની કોઈ ઉંમર હોતી નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)