(Source: ECI/ABP News/ABP Majha)
રાજકીય સન્માન સાથે કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારના થયા અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી પણ થયા ભાવુક
અભિનેતાના પાર્થિવ દેહની અંતિમ યાત્રા કાંતિરાવ સ્ટેડિયમમાં સવારે સાડા પાંચ વાગ્યે શરૂ થઇ હતી. જ્યાં હજારો સમર્થકો અને શુભચિંતકોએ અંતિમ વિદાય આપી હતી.
નવી દિલ્હીઃ કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર પુનીત રાજકુમારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પુનીત રાજકુમારનું હાર્ટ અટેકના કારણે શુક્રવારે નિધન થયું હતું. તેઓ 46 વર્ષના હતા. અભિનેતાના પાર્થિવ દેહની અંતિમ યાત્રા કાંતિરાવ સ્ટેડિયમમાં સવારે સાડા પાંચ વાગ્યે શરૂ થઇ હતી. તેનો પાર્થિવ દેહ શુક્રવાર સાંજથી સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં હજારો સમર્થકો અને શુભચિંતકોએ અંતિમ વિદાય આપી હતી.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે સુરક્ષાના કારણોસર પરિવારના સભ્યોની સહમતિથી પુનીતના અંતિમ સંસ્કાર નક્કી સમય પહેલા કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ, તેમના મંત્રીમંડળના સભ્યો, પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા અને સિદ્ધારમૈયા સહિતના નેતાઓએ પુનીતને શ્રદ્ધાંજલિ આપી હતી.
પુનીતને બાળપણથી જ ઓળખનારા મુખ્યમંત્રી બોમ્મઇ ભાવુક થઇ ગયા છે. સુરક્ષાના કારણોસર અને સ્ટૂડિયોમાં ઓછી જગ્યા હોવાના કારણે કેટલાક લોકો અને પરિવારના સભ્યોને જ અંતિમ સંસ્કારમાં હાજર રહેવાની મંજૂરી અપાઇ હતી. અભિનેતાના પાર્થિવ દેહની અંતિમ યાત્રા કાંતિરાવ સ્ટેડિયમમાં સવારે સાડા પાંચ વાગ્યે શરૂ થઇ હતી. જ્યાં હજારો સમર્થકો અને શુભચિંતકોએ અંતિમ વિદાય આપી હતી.
વર્કઆઉટ આવો હતો હાર્ટએટેક
કન્નડ એક્ટર પુનીત રાજકુમારનું હાર્ટ અટેકથી નિધન થયું હતું. હાર્ટ અટેક આવતા તેમને બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અગાઉ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક્ટરને હાર્ટ અટેક જિમમાં વર્ક આઉટ દરમિયાન આવ્યો હતો. તે 46 વર્ષના છે. પુનીત રાજકુમારની હાલત પર ડોક્ટર રંગાનાથ નાયકે એએનઆઇને જણાવ્યું કે તે લગભગ સવારે સાડા 11 વાગ્યે એક્ટરને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. પુનીત રાજકુમારની તબિયતને લઇને સમાચાર વહેતા થતા ફેન્સ ચિંતિત બન્યા હતા. હોસ્પિટલ બહાર લોકો એકઠા થઇ ગયા હતા અને પુનીત માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. જોકે, તેનું નિધન થતાં શોકની લાગણી ફરી વળી હતી.