શોધખોળ કરો
Advertisement
Birthday: સ્વર કોકિલા લતા મંગેશકરે કેમ નહોતા કર્યા લગ્ન ? જાણો તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો...
આજે લતા મંગેશકરનો 90મો જન્મદિવસ છે.દેશની આ મધુર અવાજ વિશે જાવેદ અખ્તરે કહ્યું છે, ‘હમારે પાસ એક ચાંદ હૈ, એક સૂરજ હૈ ઔર એક લતા મંગેશકર હૈ... ’.
સ્વર કોકિલા લતા મંગેશકર માત્ર અવાજ નથી તે એક અહેસાસ છે. જેને પ્રત્યેક સાંભળનાર અનુભવી શકે છે. દેશની આ મધુર અવાજ વિશે જાવેદ અખ્તરે કહ્યું છે, ‘હમારે પાસ એક ચાંદ હૈ, એક સૂરજ હૈ ઔર એક લતા મંગેશકર હૈ... ’. આજે લતા મંગેશકરનો 90મો જન્મદિવસ છે. લતા મંગશકર આજે પણ એકલા છે. તેઓએ સ્વયંને સંગીતને સમર્પિત કરી દીધું છે. પરંતુ તેમની ઓળખ ભારતીય સિનેમામાં એક પાશ્વગાયક તરીકે રહી છે. ત્યારે જાણો લતાજીના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો....
લતા મંગેશકરે એકથી એક ચઢીયાતા સંગીતકારો સાથે કામ કર્યું છે. પછી છે માસ્ટર ગુલામ હૈજર હોય કે નૌશાદ, શંકર જય કિશનની જોડી હોય કે પછી મદન મોહનની. સલીલ, લક્ષ્મીકાન્ત પ્યારે લાલ અને આરડી વર્મન સાથે તેણે ઘણા ગીતો ગાયા છે.
ભારત રત્નથી સન્માનિત લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929માં એક મધ્યમવર્ગીય મરાઠા પરિવારમાં થયો હતો. મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં જન્મેલા લતા પંડિત દીનાનાથ મંગેશકરની પુત્રી છે. લતા તેમના ભાઈ-બહેનોમાંથી સૌથી મોટા હતા. મીના આશા, ઉષા અને હ્રદયનાથ તેમનાની નાના હતા. માત્ર પાંચ વર્ષની ઉંમરમાં જ લતાએ ગીત ગાવાનું શરુ કરી દીધું હતું. કારણ કે તેમના પિતા રંગમંચના કલાકાર હતા. લતાને સંગીતની કળા વારસામાં મળી હતી.
લતાએ એક ઈન્ટરવ્યૂમાં પોતે લગ્ન કેમ નથી કર્યા તે અંગે વાત કરતા જણાવ્યું હતું કે ઘરના તમામ સભ્યોની જવાબદારી મારા પર હતી. એવામાં ઘણીવાર લગ્નનો વિચાર પણ આવતો પણ અમલ નહોતી કરી શકતી. ખૂબજ નાની ઉંમરમાં જ હું કામ કરવાનું શરુ કરી દીધું હતું. લતાજીએ કહ્યું મે વિર્ચાયું કે પહેલા મારા નાના ભાઈ- બહેનને સેટલ થઈ જાય, બાદમાં લગ્ન વિશે વિચારીશ, બેહનના લગ્ન થઈ ગયા તેમના બાળકો થયા તેમને સંભાળવાની જવાબદારી આવી ગઈ અને આ રીતે સમય વિતતો ગયો.
લતા મંગેશકરે પોતાના સફરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી. 1943માં મરાઠી ફિલ્મ ‘ગજાભાઉ’માં તેમણે હિન્દી ગીત ‘માતા એક સપૂત કી દુનિયા બદલ દે’ગાયું હતું. આ તેમનું પ્રથમ ગીત છે. 2001માં તેમને ‘ભારત રત્ન’ અને 1989માં ‘દાદા સાહેબ ફાળકે’ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement