શોધખોળ કરો
‘મહાભારત’: ‘દ્વાપર યુગ’માં ‘ભીષ્મ’ની પાછળ જોવા મળ્યું ‘એર કૂલર’? સોશિયલ મીડિયા પર થઈ રહી છે ચર્ચા
એક વ્યક્તિને મહાભારતના એક સીનમાં ભીષ્મ પિતામહની પાછળ કૂલર જેવી કોઇ વસ્તુ નજરે પડી. જેનો તેણે સ્ક્રીનશોટ લઇને સોશિયલ મીડિયા પર મૂક્યો.

નવી દિલ્હીઃ રામાનંદ સાગરની ‘રામાયણ’ની સાથે સાથે કલ્ટ સો મહાભારતે પણ કોરોના વાયરસને કારણે લાગુ લોકડાઉનમાં દૂરદર્શન પર વાપસી કરી છે. મહાભારતનાં કલાકાર નીતિશ ભારદ્વાજ, મુકેશ ખન્ના, ગજેન્દ્ર ચૌહાણ, રૂપા ગાંગુલી અને અન્ય લોકો શો પર દર્શાવવામાં આવતા હોવાથી ચર્ચામાં છે. મહાભારતને ફરી બતાવવાના કારણે આ શો ટીઆરપીચાર્ટ પર સારું પ્રદર્શન કરી રહ્યા છે અને રામાયણ બાદ બીજો સૌથી વધારે જોવાતો શો બની ગયો છે. આ શોને જોયા બાદ દર્શક સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. બીઆર ચોપડાની મહાભારતને હાલ ભારતભરના લોકો ખૂબ જ ધ્યાનથી જોઇ રહ્યા છે. એક વ્યક્તિને મહાભારતના એક સીનમાં ભીષ્મ પિતામહની પાછળ કૂલર જેવી કોઇ વસ્તુ નજરે પડી. જેનો તેણે સ્ક્રીનશોટ લઇને સોશિયલ મીડિયા પર મૂક્યો. અને તે પછી આ ફોટો એટલો વાયરલ થયો કે લોકોએ મીમ્સ બનાવવાની શરૂઆત કરી.
જો કે મહાભારતના એક સીનમાં ડેઝર્ટ કૂલર જેવું કંઇક દેખાઇ રહ્યું છે. પણ અન્ય સીન આગળ જોશો તો તમને સમજાશે આ કોઇ કૂલર નથી પણ મહેલનો પીલર છે જેની ડિઝાઇન કૂલર જેવી લાગે છે અને એટલે કે ભ્રમ ઊભો થાય છે કે તે કૂલર છે.
મહાભારતના આ સીનની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે. અલગ-અલગ ડાયલોગ્સ સાથે આ સીનને જોડીને મીમ્સ વાયરલ થઇ રહ્યાં છે. એક યુઝરે ટ્વીટ કરીને લખ્યું-ભીષ્મ પિતામહ એર કૂલરનો ઉપયોગ કરી રહ્યાં છે. ઓહ ભાઇ મારો મને મારો…અન્ય યુઝરે આ તસવીર બિગ બોસ 13ની કન્ટેસ્ટન્ટ શહનાઝ ગિલને ટેગ કરી છે.Starbucks cup in GOT is nothing as compared to the cooler for Bhisma Pitamaha in #Mahabharat 🙏🏻 pic.twitter.com/2uJUNItnzK
— C O N F U J I T (@SurajitTweet) April 23, 2020
Its so hot that even Bhishma Pitamahah is feeling the heat. What better than an air cooler behind his throne LOL.. #MahabharatOnDDBharti @DDNational @RetroDD pic.twitter.com/cIMEyuf6CX
— Deepankar Sadekar (@Dippy_S) April 23, 2020
એક શખ્સે લખ્યું છે- કૂલરનો આવિષ્કાર 1951માં થયો હતો. લો બીષ્મપિતામહ વિચારી રહ્યાં છે કે, ‘અપુન ઇજ ભગવાન હૈ’. કેટલાંક લોકોનું માનવુ છે કે આ ખબરો ખોટી છે. તસવીર સાથે ચેડા કરવામાં આવ્યા છે. આ પિલરની ડિઝાઇન છે કોઇ કૂલર નથી. અન્ય એક યુઝરે લખ્યું- હા આ કૂલર નથી. આ પિલરની ડિઝાઇન છે. ફરીથઈ જુઓ.Bhishma Pitamah using Air Cooler 😂 Oh bhai maro mujhe maro pic.twitter.com/rn0ZKweVvB
— Saiyaara 🎧 (@BeingKushSharma) April 21, 2020
જો કે મહાભારતના એક સીનમાં ડેઝર્ટ કૂલર જેવું કંઇક દેખાઇ રહ્યું છે. પણ અન્ય સીન આગળ જોશો તો તમને સમજાશે આ કોઇ કૂલર નથી પણ મહેલનો પીલર છે જેની ડિઝાઇન કૂલર જેવી લાગે છે અને એટલે કે ભ્રમ ઊભો થાય છે કે તે કૂલર છે. વધુ વાંચો





















