'રઈસ' જાન્યુઆરી 2017માં રીલિઝ થશે અને સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પ્રજાસત્તાક દિવસની આસપાસ રીલિઝ થતી ફિલ્મમાં પાકિસ્તાન કલાકારને લઈને કોઈ જોખમ લેવા નથી માગતી.
2/5
ઉરી હુમલા બાદ પાકિસ્તાનની કલાકારો જેમ કે ફવાદ ખાન, માહિરા ખાન કે જેઓ મોટા બોલીવુડ પ્રોજેક્ટનો ભાગ હતા, તેમને મનસે અને શિવસેના દ્વારા પ્રતિબંધિત કરવાની માગ કરી રહ્યા હતા.
3/5
4/5
અખબારના અહેવાલ મુજબ ફિલ્મ મેકર્સના નજીકના સૂત્રએ જણાવ્યું કે, પ્રોડ્યુસર રિતેશ સિધવાની માટે આ એક અઘરો નિર્ણય હતો. માહિરાને ફિલ્મમાં રિપ્લેસ કરવા માટે ઘણા મહિનાથી દબાણ થતું હતું. ઉરી હુમલા બાદ આ દબાણ વધી રહ્યું હતું. એક સમય પછી એવું લાગતું હતું કે કોઈ પણ પાકિસ્તાની કલાકાર સાથે શૂટ કરવું અશક્ય છે. લોકો દરેક પ્રકારના વિકલ્પો આપી રહ્યા હતા. દુબઈમાં જઈને શૂટ કરવાનો પણ સૂચન હતું, પણ તે યોગ્ય લાગ્યુ નહિ. દુર્ભાગ્યે માહિરાને ફિલ્મમાંથી હવે બહાર કરવામાં આવી છે. જો કે આ મામલે હજી સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. જો કે માહિરાએ હાલમાંજ ઉરી હુમલાની નિંદા કરી છે.
5/5
મુંબઈ: અહેવાલો છે કે પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનને ફિલ્મ ‘રઈસ’માંથી બહાર કાઢવામાં આવી છે. ઉરી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ફિલ્મના મેકર્સે આ પગલું ભર્યુ છે. એક અખબારે રજૂ કરેલા અહેવાલ મુજબ પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનને શાહરૂખ ખાન સાથેની ફિલ્મ રઈસ માંથી અધવચ્ચેથી છોડી દેવા જણાવ્યું છે.