શોધખોળ કરો
Advertisement
પ્રપોઝ ડે પર દિશા પટનીનું છલકાયું દુઃખ, કહ્યું- ‘કોઈએ મને આજ સુધી......’
હાલમાં દિશા પટની પોતાની નવી ફિલ્મ મંગળને લઈને ચર્ચામાં છે. તે આ ફિલ્મનાં જોર શોરથી પ્રમોશનમાં વ્યસ્ત છે.
મુંબઈઃ ફેબ્રુઆરીના બીજા સપ્તાહને વેલેન્ટાઈન ડે વીક પણ કહેવામાં આવે છે. ફિલ્મ સ્ટાર પણ વેલેન્ટાઈન ડે વીકના રંગમાં રંગાયેલ જોવા મળે છે. આઠ ફેબ્રુઆરીએ પ્રપોઝ ડે મનાવવામાં આવે છે. એવામાં પ્રપોઝ ડેના અવસર પર બોલિવૂડની સુંદર એક્ટ્રેસ દિશા પટનીએ પોતાના જીવન વિશે મહત્ત્વના ખુલાસા કર્યા છે, જેના વિશે જાણ્યા બાદ તેના ફેન્સ પણ ચોંકી ગયા છે.
હાલમાં દિશા પટની પોતાની નવી ફિલ્મ મંગળને લઈને ચર્ચામાં છે. તે આ ફિલ્મનાં જોર શોરથી પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ મંગલના પ્રમોશન દરમિયાન દિશા પટનીએ કહ્યું કે, આજ સુધી તેને કોઈ પણ છોકરાએ પ્રપોઝ નથી કર્યું. અંગ્રેજી વેબસાઈટ હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર મંગલના પ્રમોશન દરમિયાન દિશા પટનીને પૂછવામાં આવ્યું કે, અત્યાર સુધી તેના જીવનમાં કેટલાક પ્રપોઝ તેને મળ્યાછે અને કેટલાએ દિલ તોડ્યું છે?
સવાલનો જવાબ આપતા દિશા પટનીએ કહ્યું કે, ‘કોઈએ મને આજ સુધી પ્રપોઝ કર્યું નથી. હું સ્કૂલમાં ટોમ બોય હતી. મારા પિતા પોલીસમાં હતા. તેથી કોઈએ મને પૂછવાની હિંમત કરી જ નહીં. પછી કોલેજમાં ગઈ તો ત્યાં પણ એમ જ થયું. પછી હું અહીંયા આવી ગઈ. હું અહીંયા પણ કોઈને ત્યાં પાર્ટીમાં જતી નથી, એટલે કોઈને મળવાનું થતું નથી. મારી લાઈફ દુઃખથી ભરેલી છે’.
દિશા પટનીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે 2015માં ફિલ્મ ‘લોફર’માં જોવા મળી હતી. જો કે તેની નોંધ ‘ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’માં લેવાઈ. આ ફિલ્મ બાદ દિશાની ફેન ફોલોઈંગ પણ વધી ગઈ. પરંતુ આ બધી ફિલ્મોમાંથી ટાઈગર શ્રોફની સાથે ‘બાગી 2’ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મ એટલા માટે પણ ચર્ચામાં રહી કારણ કે બી ટાઉનમાં તેવો ગણગણાટ છે કે દિશા અને ટાઈગર એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement